કિન્નરોના ઠેકાણેથી પાલીસને બે બાળકીઓ મળી
6 વર્ષ અને 1 વર્ષની બાળકી મળી આવી
દત્તક લેવાનો દાવો કર્યો,દસ્તાવેજ ન મળ્યા
બન્ને બાળકીઓ ચાઈલ્ડ લાઈનને સોપાઈ
છત્તીસગઢઃ- કોઈ પણ પ્રકારની કાનુની પ્રક્રીયા વગર બાળકોને રાખવાની ચુચના પોલીસને મળી હતી ,માહિતી મળતાની સાથે જ પોલીસે બે કિન્નરોના ઘરે છાપો માર્યો હતો,તે સમય દરમિયાન કિન્નરો પાસે માત્ર કહેવાથી દત્તક લીધેલી બે માસુમ બાળકીઓ મળી આવી હતી,ઉરલાની આઈએચએસડીપી કોલોની રહેવાસી સોનાલી નામની કિન્નર પાસે 6 વર્ષની બાળકી ને રાજીવ નગર નિવાસી છાયા નામની કિન્નર પાસેથી એક વર્ષની બાળકી મળી હતી,આ ઘટનામાં પોલીસે છાયા નામની કિન્નર સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી છે ત્યારે સોનાલી નામની કિન્નરના સીડબ્લ્યુસીમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
મોહન નગર ટીઆઈ રાજેશ બોંગડે જણાવ્યું હતુ કેચીલ્ડ લાઈનની મળેલી ચુચનાના આધારે વિતેલી રાતે પાલીસે છાયા કિન્નરના નિવાસ સ્થાને છાપો માર્યો હતો,તે સમયે તેના પાસેથી ક વર્ષની બાળકી મળી હતી,આ બાળકી વિશે તેણે જણાવ્યું હતુ કે,તે બાળકીને નાગપુરથી અંદાજે ધ મહિના પહેલા લઈને આવી હતી,આ બાબતે પોલીસે દસેતાવેજ માંગ્યો તો તેના પાસે કી પણ પુરાવા મળ્યા ન હતા,આ બાબતે સાફ જાણકારી ન આપવા બાબતે પાલીસે કિન્નરની ઘરપકડ કરી હતી,અને બાળકીને ચાઈલ્ડ લાઈનને સોપી હતી.
સોનાલીએ જણાવ્યું હતું કે, બાળકીને આશરે સાડા પાંચ વર્ષ પહેલા રાયપુરના રેલ્વે સ્ટેશન નજીક રહેતી એક નશેડી મહિલા પાસેથી લાવી હતી. ત્યારથી તે બાળકીનું પાલન પોષણ કરે છે. હાલમાં બાળક ખાનગી શાળામાં કેજી-વન વર્ગમાં અભ્યાસ કરે છે. ચાઇલ્ડ લાઇનની મેમ્બર ભારતીએ જણાવ્યું હતું કે સોનાલીને બાળકી અંગે સીડબલ્યુસીમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ સમય દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવશે. પોલીસ આ ઘટનામાં નેક લોકોના બયાન પણ લી રહી છે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મોહન નગર પોલીસે કાર્યવાહી કરતાં છાયા કિન્નર પાસેથી એક વર્ષની બાળકીને ઝડપી લીધી હતી. આરોપીની કોતવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી છે અને મળેલી બાળકી અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.