Site icon hindi.revoi.in

ખેડૂતોના આંદોલન બાદ સરકાર કરી શકે છે કૃષિ કાયદામાં બદલાવ – MSP લાગુ કરવા બાબતે કેન્દ્ર કરશે વિચાર

Social Share

નવી દિલ્હીઃ- દિલ્હીમાં ખેડૂતોએ જાણે ડેરો જમાવ્યો હોય તેવી સ્થિતિ કેટલાક દિવસોથી જોવા મળી રહી છે, છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ખૂતોના આંદોલનનો અંત લાવવા માટે હવે  કેન્દ્ર સરકાર દ્રારા થોડા સમ પહેલા જ જારી કરવામાં આવેલા ખેડૂત અંગેના નવા કાયદામાં કેટલાક ફેરફાર કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સરકારને ખંડૂતોની  6 જેટલી માંગણીમાં કેટલીક માંગ પૂરી કરી શકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે,

આંદોલન કરતા ખેડૂતોની એેક ખાસ માગણી મિનિમમ સપોર્ટ પ્રાઇઝને કાયદેસર કરવાની હતી. તેયારે હવે સરકાર પણ આ મુદ્દે વિચારણા કરી રહી છે, રીતે મંડીમાં વેપાર કરતા વેપારીઓનું રજિસ્ટ્રેશન કરાવવાની માગણી પણ સરકાર દ્રારા સ્વીકારવાની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે.

આ સાથે જ રજિસ્ટ્રેશન વગરના વેપારીઓ સામે ખેડૂતો કોઇ વાંધો રજૂ કરે તો તેનો ઉકેલ લાવવામાં સમયનો વેડફાતો હતો. રજિસ્ટર્ડ વેપારી હોય તો એની સામે સરળતાથી કાયદેસર પગલાં લઇ શકાય એવી ખેડૂતો તરફથી દલીલ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ખેડૂતોની કુલ 6 માંગણીઓ માંથી બે માગણીના મુદ્દે સરકારે થોડી પીછેહઠ કરવાની તૈયારી દર્શાવી રહી હતી.  જો કે સરકાર દ્વારા નવા બનાવવામાં આવેલા ખેડૂતો અંગેના કાયદાઓમાં ફેરફાર કરવાની દાખવેલી તૈયારી ખેડૂતોને મંજૂર નહોતી.

સાહિન-

Exit mobile version