Site icon Revoi.in

શરીરમાં કેલ્શિયમની ઉણપ છે ? તો આ વસ્તુઓનું આજે જ કરો સેવન

Social Share

કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્વપૂર્ણ હોય છે. કેલ્શિયમની ઊણપથી સાંધાના દુખાવા અને હાડકાં નબળાં પડી શકે છે. કેલ્શિયમના સ્તરને જાળવી રાખવા માટે કેલ્શિયમને મોટાભાગે લોહી મારફતે શરીરમાં લઇ જવામાં આવે છે અને એટલા માટે હાડકાને નબળા થતા અને ઑસ્ટિયોપોરોસિસ જેવી પરિસ્થિતિઓથી બચાવવા માટે કેલ્શિયમનો રેગ્યુલર ખોરાક જરૂરી હોય છે.

સોયાબીન  – સોયાબીનનો લોટ, ટોફૂ, સોયાદૂધ અથવા સોયાબીન તેલ જેવા અલગ-અલગ સોયા ઉત્પાદ ઉપલબ્ધ છે. સોયા દૂધ વિશેષ રીતે ચા, કૉફી અથવા સ્મૂધી માટે ડેરી પ્રોડક્ટ્સ દૂધનો એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.

તલ – 
તલ કોઇ પણ વાનગીમાં એક હળવા ક્રન્ચ માટે ઉપયોગી છે. આ નાનકડાં બીજમાં મેગ્નેશિયન, આયર્ન, ફૉસ્ફરસ, અને સેલેનિયમ પણ હોય છે. તલના બીજમાં પ્રોટીન પણ હોય છે.

ચણા – ચણા શાકાહારી પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતમાંથી એક છે અને આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂત હોય છે, જે તેને એક પરિપૂર્ણ શાકાહારી સુપરફૂડ બનાવે છે. ચણાને બાફીને અથવા સૂપ, સલાડના રૂપમાં સેવન કરી શકો છો અથવા તો ગ્રેવી સાથે ચણાનું સેવન કરી શકો છો.

પાલક – કેલ્શિયમ ઉપરાંત પાલકમાં ઑક્સાલેટ પણ હોય છે જે કેલ્શિયમનું શોષણ કરવામાં હસ્તક્ષેપ કરી શકે છે. પાલકમાંથી ઑક્સાલેટને ઓછું કરવા માટે તેને ઉકાળવું જોઇએ. પાલકને ઉકાળવાથી ઑક્સલેટનું પ્રમાણ 90 ટકા સુધી ઘટી શકે છે.

_Devanshi