Site icon hindi.revoi.in

FMCG ઈંડસ્ટ્રીઝ પણ મંદીની ઝપેટમાં,છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ મંદીના અણસાર

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

દેશભરમાં આર્થિક મંદીનો માર પડ્યો છે, આર્થિક મંદીની અસર અનેક ક્ષેત્રમાં જોવા મળી હતી,અનેક તહેવારો નજીક હોવા છતા અલગ-અલગ ક્ષેત્રથી સંકળાયેલા આંકડાઓ નિરાશા જનક છે, તો  મંદીની વચ્ચે એમએફસીજી ઈંડસ્ટ્રીઝની પણ હાલત કઈ સુધરેલી જોવા મળી નથી.એક  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,આ પહેલા આટલી મંદી છેલ્લી વાર વર્ષ 2000-2003માં જોવા મળી હતી,બીએસઈ એમએમસીજી ઈંડેક્સ વર્ષ 2019માં અત્યાર સુધી 7.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક બ્રોકરેઝ ફર્મ ક્રેડિટ સુઈસના રિપાર્ટ પ્રમાણે રેવન્યૂ ગ્રોથની દ્રષ્ટિએ એમએફસીજી સેક્ટરની હાલત છેલ્લા 15 વર્ષમાં સોથી ખરાબ રહેવાના અણસાર જોવા મળ્યા છે.રિપોર્ટ મુજબ મંદી મતો 2016થી જોવા મળી છે પરંતુ નોટબંધી સહીટના કેટલાક કારણોસર છેલ્લા બે વર્ષમાં ઘણા ક્ષેત્ર આર્થિક મુંશ્કેલી વેઠી રહ્યા છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,અમારા અનુકરણ મુજબ મંદી 2016થી જ શરુ થી ચૂકી હતી,નોટબંધી અને જીએસટીના કારણે આ મંદી 2017 સુધી દબાઈ ચૂકી હતી,દેશના મએફજી ક્ષેત્રમાં રેવન્યૂ ગ્રોથ હાલ 7 ટાકા સુધી વધી રહ્યો છે, રિપોર્ટમાં નાંણાકિય વર્ષની બીજી અને ત્રીજી ત્રિમાહીમાં રેવન્યૂ ગ્રોથમાં 5 ટકા સુઘીના ઘટાડાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

આ પરાંત આ રિપોર્ટ મુજબ કહેવામાંવ્યું છે કે,આટલો ઘટાડો  પહેલા વર્ષ 2000-03માં જોવા મળ્યો હતો,ઉલ્લેખનીય છે કે, બીએસઈ એમએમસીજી ઈંડેક્સ વર્ષ 2019માં અત્યાર સુધી 7.4 ટકા સુધીનો ઘટાડો થયો છે,જો કે,મોટા પ્રમાણમાં સેંસેક્સમાં 1.4 ટકાસુઘીનો વધોરો નોંધાયો છે,વૈશ્વિક ફર્મએ બ્રિટેનિયા અને પિડિલાઈટની રેટીંગને ડાઉનગ્રેડ કર્યું છે. બ્રિટનના ડાઉનગ્રેડનું કારણ તેના મુખ્ય બિસ્કીટના બિઝનેસમાં ઘટાડો છે. કંપનીની 80 ટકા સુધીની આવક બિસ્કિટના વ્યવસાયથી થાય છે.

રેટિંગ ડાઉનગ્રેડ કર્યા પછી બ્રિટેનિયાના શેરોમાં અંદાજે 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે,ત્યારે પિડિલાઈટના શેરોમાં 2 ટકાનો ઘટાડો થયો છે,આ ક્ષેત્રમાં મંદી હોવા છતા ક્રેડિટ સુઈસએ નેસ્લે ઈંડીયા,ડાબર ઈંન્ડિયા અને કોલગેટ પામોલિવને પસંદ કર્યું છે,ડાબર અને ગોદરેજ કંજ્યૂમરને નાણાંવર્ષ 2020ના મોટા ભાગમાં પોતાના વેંચાણમાં સુધારો થવાની આશા છે.

આ વચ્ચે ઈન્વેસ્ટેક સિક્યોરિટીએ 16 સપ્ટેમ્બરે કહ્યું હતું કે,એફએમસીજી ઈંડસ્ટ્રીઝની છેલ્લા બે ત્રિમાસિક ગાળાથી વૃદ્ધિ ધીમી છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં પણ નીચી સપાટી રહેવાની ધારણા કરવામાં આવી રહી છે.

Exit mobile version