દેશના રાજ્યોમાં પૂરની સ્થિતી
મહારાષ્ટ્રમાં 27ના મોત
વરસાદ પછી નદીઓના સ્તર વધ્યા
મંદસોરમાં શાળા-કોલેજમાં રજા
દેશભરમાં વરસતા વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા છે, અનેક રાજ્યોના જીલ્લાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,અનેક નદીના સ્તર વધતા નદીના પાણી પણ ગામોમાં ધુસી ગયા છે જેને લઈને પૂરની પરિસ્થિતી સર્જાય છે,લોકો હાલાકી ભાગવી રહ્યા છે .કેટલાક લોકોએ વરસતા વરસાદથી થયેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવ્યા છે.
ત્યારે આ પૂરની પરિસ્થિતીને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવતીકાલે કેરળના વાયનાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરશે,ગુજરાતમાં પમ વરસાદથી બનેલી દુર્અઘટનામાં અમદાવાદના એક મકાનની દિવાલ પડતા 4 મજૂરોનાં મોત નીપજ્યાં છે.
દેશના રાજ્ય કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશભરના અનેક રાજ્યોમાં પૂરનો સિલસિલો યથાવત છે. કેરળ અને મહારાષ્ટ્રમાં પૂર જીવલેણ બન્યું છે. કેરળમાં વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કર્ણાટક પૂરમાં પાયમાલ થઇ રહ્યું છે. મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં ભારે પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરની પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પર બોટ દોડતી હોય છે જેના પર વાહનો ચાલતા હતા જે રસ્તા પર હાલ બોટ ચાલી રહી છે. શહેરની દુકાનો, બજારો, મોલ બધા પાણીમાં રગકાવ થઈ ગયા છે.