Site icon hindi.revoi.in

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

Social Share

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી

ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર

કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે

વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ વિમાન ભારતમાં ધૂસ્યા હતા.

આ સમય દરમિયાન પશ્વિમી વાયુકમાન પ્રમુખ એયર માર્શલ હરી કુમાર આ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, સરકારી સુત્રોએ જણાવ્યું કે પાંચ અધિકારીઓને તપાસ દરમિયાન દોષીત કરાર આપવામાં આવ્યો છે,અને આગળની કાર્યવાહી કરવા માટેનો રિપોર્ટ પણ મુખ્ય કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે.

આ ગુનેગાર સાબિત થયેલા અધિકારીઓમાં એક ગ્રૃપ કેપ્ટન,બે વિંગ કમાન્ડર અને બે ફ્લાઈટ લેફ્ટિનેટનો સમાવેશ થાય છે,27 ફેબ્રુઆરીના રોજ  આ ઘટના બન્યા પછી તરત વાયુસેનાએ  આ મામલાની તપાસ શરુ કરી હતી,અને મૃતક કર્મચારીઓના પરિવારોને આશ્વાસન આપ્યું હતુ કે દરેક ગુનેગારને સજા આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના બડગામથી 7 કિલો મીટર દુર ગોરેંદ ગામમાં 27 ફેબ્રુઆરીના રોજ એક હેલિકૉપ્ટર MI-17V5 ક્રેશ થયુ હતું, આ હેલિકૉપ્ટર ખેતરમાં પડ્યુ હતુ અને તેમાં આગ લાગી હતી, પરંતુ તે સમયે આ ઘટનાનું કારણ જાણવા મળ્યું નહોતું.આ ઘટનામાં બે પાયલોટ શહીદ થયા હતા, આ હેલિકૉપ્ટરે શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી,કશ્મીરમાં જ્યારે આ ચૉપર પેટ્રોલિંગ પર હતું ત્યારે જ આ ઘટના બનવા પામી હતી, અને આ સમય દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરારનો માહોલ હતો.

Exit mobile version