Site icon hindi.revoi.in

માછીમારનો દાવોઃ CCDના ઓનરને નદીમાં કુદકો મારતા જોયા

Social Share

CCDના ઓનર સિધ્ધાર્થ લાપતા

માછીમારે તેમને નદીમાં કુદતા જોયા

ડ્રાઈવરે છેલ્લે તેમને નદીના પુલપર ઉતાર્યા હતા

પોતે ફરવા જાઈ છે એમ કહી ડ્રાઈવરને પુલની સામે બાજુ ઊભા રેહવા કહ્યું

CCD કંપની પર કરોડોનું દેવું

આત્મહત્યાની શંકા

નેત્રાવદી નદીના તટ પરથી ગાયબ છે CCD કંપનીના ઓનર

કૈફે કૉફી ડેના માલિક વિ,જી,સિધ્ધાર્થ મંગળવારની સવારથી જ કર્નાટકના મેંગલોર પાસે  નેત્રાવદી નદીના તટ પરથી ગાયબ છે.પોલીસે તોમની શોધખોળ શરુ કરી છે ત્યારે એક માછીમારે પોતાના બયાનમાં પોલીસને જણાવ્યું છે કે સવારે 7:30 કલાકે તેણે એક વ્યક્તિને નદીમાં જંપલાવતા જોયુ હતુ ,તેનું કહેવું છે કે ઘટના નદીના આઠમાં પીલ્લર પાસે બની હતી ,તે પોતાની નાવડીમાં સવાર હતો તે સમયે તેણે આ દ્રશ્ય જોયું, તેણે ત્યા જવાના પ્રયત્ન કર્યા પરંતુ તેને ત્યા કોઈ મળ્યું નહી.

કહેવામાં આવી રહ્યું છે કે વિ,જી,સિધ્ધાર્થની કંપની પર 7 હજાર કરોડ રુપિયાથી પણ વધુનું દેવું છે, સિધ્ધાર્થ પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ,એમ કૃષ્ણના જમાઈ છે, હાલના સમયમાં દેશના 247 શહેરોમાં સીસીડીના કુલ 1,758 કૈફે છે ત્યારે કંપનીનું માર્કેટ કેપ અંદાજે 3254 કરોડ રુપિયા છે.

ત્યારે આ ઘટનાને લઈને સિધ્ધાર્થના ડ્રાઈવર બાસવરાજ પટેલે પોતાના બોસ સાથે વિતાવેલા છેલ્લા સમયની વાતો મીડિયા સામે રજુ કરી હતી, બાસવરાજ પટેલે કહ્યું કે “હું ત્રણ વર્ષથી સિધ્ધાર્થ સાહબની કાર ચલાવું છું,સોમવારે હું મારા બોસના કહ્યા મુજબ તેમને મેંગલોર તરફ લઈ ગયો હતો,એક પુલ પાસે તેમણે મને કાર રોકવા સુચન કર્યું હતુ ” ત્યાર બાદ આ સીસીડીના માલિકની કોઈજ ભાળ મળી નથી.

બાસવરાજ પટેલે કહ્યું કે સોમવારના સવારે 8 ગાવ્યે હું તેમના ઘરે પહોચ્યો હતો . ત્યાર બાદ તેઓ વિઠ્ઠલ માલ્યાના ઓફિસ ગયા હતા, ત્યાથી અંદાજે 11 વાગ્યે ફરીથી સિધ્ધાર્થના ઘરે આવ્યા,પછી 12 કલાક અને 30 મિનિટે બપોરે વિ,જી,સિધ્ધાર્થ તેમના સાથે કારમાં બેઠા અને સકલેશપુર તરફ જવા માટે કહ્યું , ડ્રાઈવરના કહ્યા મુજબ તેઓ ઈનોવામાં સવાર હતા, રસ્તામાં સિધ્ધાર્થે મેંગલોર બાજુ જવાનું સુચન કર્યું હતું  પરંતુ કાર જેવી મેંગલોર સર્કલ તરફ અંદર વળી કે તરતજ તેઓએ કારને ડાબી બાજુ વાળવા કહ્યું , અને કેરલ હાઈવે પહોચ્યા અને 3 થી 4 કિલો મીટર આગળ સુધી ગયા અને ત્યા નદી પાસે પુલ પર તેઓ એ મને કાર રોકવા જણાવ્યું અને પોતે કારમાંથી ઉતર્યા અને મને નદી કિનારા પાસે રોકાવવા કહ્યું હતું અને કહ્યું કે હું થોડી વારમાં ફરીને પાછો આવું છું, તેવામાં હું કારની નીચે ઉતર્યો પરંતુ સાહેબે મને કારમાં જ રહેવા જણાવ્યું અને પુલની બીજી તરફ ગાડી લઈને ઊભા રહેવાનું સુચન કર્યું હતું .

આમ CCD કંપનીના માલિકના ડ્રાઈવરે આપેલા બયાન મુજબ સિધ્ધાર્થ નદીના તટ પરથી જ ગાયબ થયા છે તેમને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે.

Exit mobile version