Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી AIIMS MBBS પરીક્ષા પાસ કરનારી પ્રથમ યૂવતીઃ- ઈરમીમ શમીમ

Social Share

વાત કરીયે એક એવી મહિલાની ,જેણે કેટલીક મુશ્કેલીનો સામનો કરી ને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનની એમબીબીએસની પ્રવેશ પરિક્ષા પાસ કરી છે,જેનું નામ છે, ઈરમીમ સમીમ.જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમની આર્થિક પરિસ્થિતી ખુબજ ખરાબ હતી, છતા પણ 10 કિલો મીટર સુધી ચાલીને સ્કુલ જતી હતી કારણ કે તેને ભણવાની અને કઈક કરી બતાવવાની ઘગસ હતી, સાથે સાથે મહેનતું પણ હતી,તેના ગામ પાસે કોઈ પણ સારી સ્કુલ નહોતી કે જેમાં તે અભ્યાસ કરી શકે, માટે તે ભણવા માટે થઈને રોજ 10 કિમીનું અંતર ચાલીને જતી હતી, ત્યારે આજે તે યુવતી સમીમ જમ્મુ કાશ્મીરના રાજૌરી જીલ્લાની  પ્રથમ ગુર્જર મહિલા બની છે કે જેણે આ પરિક્ષા પાસ કરી હોય, તેણે જુન મહિનામાં આ પરિક્ષા પાસ કરી હતી,તેના માટે આ પરિક્ષા પાસ કરવી ખુબજ મુશ્કેલ હતી આ માટે સમીમે કેટલીક કઠીન પરિસ્થિતીઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પરિક્ષા પાસ કરતા એક મીડિયા રિપોર્ટમાં સમીમે કહ્યું કે “દરેકના જીવનમાં કંઈક ને કંઈક પડકાર અને મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતું તે દરેક સ્થિતી સામે લડવું પડે છે તેનો સામનો કરવો પડે છે, ત્યારે જ આપણાને સફળતા મળે છે”

ત્યારે હવે એઈમ્સની એમબીબીએસની પરિક્ષા પાસ કરવાથી તેનો પરિવાર ખુબ જ ખુશ છે.તેનો પરિવાર સમીમને એક સારી ડોક્ટર બનતા જોવા માંગે છે,જેથી તેમની પુત્રી દેશમાં અને જમ્મુ કાશ્મીરમાં બિમાર લોકોની સેવા કરી શકે.

સમીમની સફળતા વિશે તેના કાકા લ્યાકત ચોધરીએ એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે “જમ્મુ-કાશ્મીરની યૂવતીઓ એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર દરેક ક્ષેત્રમાં પોતાની સફળતા બતાવી છે,યૂવતીઓ આ ક્ષેત્રમાં એક આશા છે ”