Site icon hindi.revoi.in

17મી લોકસભાનું પ્રથમ સત્ર 6 જૂનથી શરૂ થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 17મી લોકસભાનું પહેલું સત્ર છઠ્ઠી જૂને શરૂ થાય તેવી સંભાવના છે અને 15મી જૂને તેની સમાપ્તિ થશે. સૂત્રોએ રવિવારે આના સંદર્ભે જાણકારી આપી છે.

તેમણે જણાવ્યુ છે કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 30મી મેના રોજ થનારા શપથગ્રહણના બીજા દિવસે 31 મેના રોજ નવા પ્રધાનમંડળની પહેલી બેઠક દરમિયાન પહેલા સત્રના પ્રારંભની તારીખ પર આખરી નિર્ણય થવાની સંભાવના છે.

સૂત્રો મુજબ, ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર સત્ર દરમિયાન પોતાની બહુમતી સાબિત કરશે. આ પ્રથમ સત્રનો સમયગાળો છ દિવસનો હશે. છ જૂનથી શરૂ થયેલી સત્ર 15મી જૂને સમાપ્ત થઈ જશે.

એક સત્તાવાર વિજ્ઞપ્તિ પ્રમાણે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારંભમાં મોદી અને કેન્દ્રીય કેબિનેટના સદસ્યોને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવશે.

Exit mobile version