Site icon hindi.revoi.in

એલએસી પર ફાયરિંગ – ચીનના કાવતરાને ભારતીય સેનાએ કર્યું નાકામ

Social Share

છેલ્લા કેટલાક દિવસથી ચીન અને ભારત વચ્ચે સીમા તાવ વધેલો જોવા મળી રહ્યો છે, ચીનની ઘુસણખોરીને ભારતીય સેનાએ નાકામ કરી હતી ત્યાર બાદ સતત દેશ દ્વારા સુર્કષામાં વધારો કરવામાં આવ્યો છે અને ચીન પર બાજ નજર રાખવામાં આવી રહી છે,આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સોમવારની રાતે ફરી એકવાર પેન્ગોગ ત્સો લેક પર વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બનવા પામી છે.

આ સમગ્ર બાબતે ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતના સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ગોળીબાર કરવાના આક્શેપો કર્યા છે,જો કે ભારતના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચીન દ્વારા પ્રથમ ગોળીબાર કરવામાં આવ્યો હતો જેવા વળતા જવાબમાં ભારતીય સેનાએ ગોળી ચલાવી હતી, જો કે પરિસ્થિતિ હાલ સામાન્ય જોવા મળી રહી છે.

જો કે ચીન અને ભારતના સેનિકો વચ્ચે થયેલો ગોળીબાળ વર્ષો બાદ જોવા મળ્યો છે, વર્ષ 1975 પછી આ રીતે ફાયરિંગની ઘટના બની છે, જો કે બોખલાયેલા ચીન દ્વારા આ બાબતે પણ ભારતીય સેનાને જ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે,ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલીએ એલએસીની સ્થિતિને લઈ કહ્યું કે, ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે જ ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ આ રીતે ભારતીય સેના પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે

જ્યારે ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર સતત છે. સરહદ પર જ્યારથી હાઈ એલર્ટ છે ત્યારથી ચીન તરફથી અનેક ચોકીઓ પર કબજો કરવાનો પ્રયત્નો થઈ રહ્યા છે. ચીનની તમામ હરકતો પર હવે ઊારતીય સેના બાજ નજર રાખીને બેઠી છે.ચીન તેના નાપાક ઈરાદાઓને વારંવાર અંજામ આપવા પ્રયત્નશીલ રહે છે જો કે ભારતીય સેના તેને માત આપે છે.

સાહીન-

Exit mobile version