Site icon hindi.revoi.in

અંડરવર્લ્ડની અમદાવાદ ઉપર નજર, ATS અને ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર ફાયરિંગ

Social Share

અમદાવાદઃ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી ગુજરાત એટીએસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર ગોળીબારની ઘટના બની હતી. પોલીસે એક શખ્સની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. અંડર વર્લ્ડનો શાર્પશૂટર અમદાવાદમાં એક રાજકીય નેતાઓની હત્યા કરવા આવ્યો હોવાની બાતમીના આધારે એટીએસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ પડકવા ગઈ હતી ત્યારે જ પોલીસ ટીમ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો શાર્પશૂટર મુંબઈથી અમદાવાદ ભાજપના એક નેતાની હત્યા કરવા આવ્યો હોવાનું ખૂલ્યું હતું. તેમજ હત્યાની સોપારી સીમા પારથી આપવામાં આવી હોવાનું પણ ખુલ્યું હતું. જો કે, સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર અમદાવાદમાં કોઈ મોટી હસ્તની હત્યા માટે શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હોવાની એટીએસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એટીએસ અને ક્રાઈમબ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ રિલીફ રોડ વિસ્તારમાં આવેલી એક હોટલમાં છાપો મારવામાં આવ્યો હતો. દરમિયાન શાર્પ શૂટરે પોલીસની ટીમ ઉપર ફાયરિંગ કર્યું હતું.

જો કે, ગોળીબારની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસે એક શખ્સને ઝડપી લઈને તપાસ આરંભી હોવાનું જાણવા મળે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગુજરાતના એક રાજકીય નેતાની હત્યા કરવા આવ્યો હોવાનું ખુલ્યું હતું. જો કે, સુરક્ષાના કારણોસર રાજકીય નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ રાજકીય નેતાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

Exit mobile version