જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ત્રણ નાગરીકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે કહ્યું છે કે શબીના અને તસવીર નામની બે યુવતીઓ અને મુહમ્મદ ઈસહાક નામના યુવકને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે શુક્રવારે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે ગોળીબાર થયો છે.
મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે ક્હ્યુ છે કે સવારે સાડા આઠ વાગ્યે પાકિસ્તાને કોઈપણ કારણ વગર સજવાન સેક્ટરમાં અંકુશ રેખા પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય સેના દ્વારા પણ યોગ્ય વળતી કાર્યવાહી કરવામાં આવી છે.