- ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાના એ પીએમને લખ્યો પત્ર
- પોતાના પર લાગેલા રાજદ્રોહના આરોપને હટાવાની કરી માંગ
દિલ્હીઃ- જાણીતી ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાનાએ લક્ષદ્રીપના પ્રસાશક પ્રફુલ પટેલને લઈને વિવાદીત નિવેદન આપ્યુ હતું જેને લઈને ભાજપના લક્ષદ્રીપના અધ્યક્ષે તેના સાને રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો, ત્યારે હવે આયેશા એ આ આરોપને હટાવવાની માંગ કરતો પીએમ મોદીને પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે મલયાલમ ટીવી ન્યૂઝ ચેનલ પર એક ડિબેટ દરમિયાન ફિલ્મ નિર્માતા આયેશા સુલ્તાનાએ કહ્યું હતું કે, લક્ષદ્વીપમાં અત્યાર સુધી એક પણ કોરોના કેસ નથી, પરંતુ હવે દરરોજ 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હું સ્પષ્ટ ણે કહી શકું છું કે, કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને બાયો વેપન તરીકે નિયુક્ત કર્યા છે.
ફિલ્મ નિર્માતા આયેશા સુલ્તાનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને તેમની ‘જૈવ-હથિયાર’ ટીકા બદલ તેમની સામે લગાવેલા દેશદ્રોહના આરોપને હટાવવાના નિર્દેશ આપવાની માંગણી કરી છે. આ સાથે તેમણે લક્ષદ્વીપમાં નવા વહીવટદારની નિમણૂક કરવાની અપીલ કરી છે.
ફિલ્મ નિર્માતા આયેશા સુલ્તાના સામે દેશદ્રોહના કેસની તપાસ કરતી લક્ષદ્વીપ પોલીસે ગુરુવારે તેની પૂછપરછ કરી હતી અને આ સાથે જ તેના પાસેથી તેનું લેપટોપ જપ્ત કરી લેવામાં આવ્યું હતું.પૂછપરછ બાદ પત્રકારો સાથે વાત કરતાં સુલ્તાનાએ આરોપ લગાવ્યો હતો કે લક્ષદ્વીપ પોલીસની પાંચ સભ્યોની ટીમે અહીં કક્કનાડ નજીક તેના ફ્લેટની તલાશી લીધી હતી અને તેમનું તથા તેમના ભાઈનો લેપટોપ કબજે કર્યુ હતુ.
સુલ્તાનાએ જણાવ્યું કે પોલીસ કર્મચારી તેમને જાણ કર્યા વગર તેના ઘરે પહોંચી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ આ મામલે તપાસના નામે તેમને પરેશાનીકરે છે. પોલીસ દ્વારા ગયા મહિને પણ સુલતાનાની પૂછપરછ કરવામાં આવી હતી.