Site icon hindi.revoi.in

પ્રથમ વખત દેશમાં શરુ થશે માદા ‘ગર્દભ ‘ના દુધની ડેરી – ઓહો…..1 લીટર દુધની કિમંત 7 હજાર રુપિયા !

Social Share

હરિયાણ:- સામાન્ય રીતે ફિમેલ ડોન્કી એટલે કે ‘ગધેડી’ શબ્દ આપણે તોછડી વાતમાં કે કોઈને અપશબ્દો કહેવામાં ઉચ્ચારતા હોઈએ છે, પરંતુ તમે નહી જાણતા હોવ કે આ ફિમેલ ડોન્કી આપણાને જીવન દરમિયાન કેટલું બધુ આપે છે, આમ તો આપણે ગા, ભેંસ કે ઊટંડીના દુધની ડેરી વિશે ઘણું સાંભળ્યું છે પરંતુ આજે ‘ફિમેલ ડોન્કી’ના દુધની ડેરી વિશે સાંભળીને તમને ચોક્કસ નવાઈ તો લાગશે જ, પણ આ વાત તદ્દન સાચી છે, હવે દેશમાં પ્રથમ વખત હરિયાણાના હિસારમાં ‘ફિમેલ ડોન્કી’ના દુધની ડેરી શરુ થવા જઈ રહી છે.

એક સમાચાર એહવાલ પ્રમાણે દેશમાં હવે પ્રથમ વખત ફિમેલ ડોન્કીના દુધની ડેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, આ ડેરીમાં ફિમેલ ડોન્કીના દુધની  કિમંત પ્રતિ લીટરે 7 હજાર રુપિયા હશે, આટલા હજારોનું એક લીટર દુઘ તો કંઈ રીતે હોય?,,,,એવા વિચાર ચોક્કસ આવશે તમને …પરંતુ આ પશુંનું દુધ ખાસ છે જે અનેક રીતે ઉપયોગી પણ છે,  ફિમેલ ડોન્કીનું દુધ માનવ જાત માટે ખપબ જ ફાયદાકારક હોય છે એટલું જ નહી પરંતુ શરીરની ઈમ્યૂનિટિ સિસ્સટમ પણ આ દુધથી મજબુત બને છે. તે સાથે જ સુંદરતાને પણ બરકાર રાખવામાં આ દુધ ખુબ મહત્વનો ભાગ ભજવે છએ

રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્ર અટેલે કે એનઆરસી હિસારમાં આ ડોન્કીના દુધની ડેરી શરુ કરવામાં આવનાર છે, અહી હલારી નસ્લ નામની ફિમેલ ડોન્કીના દુધની ડેરી શરુ થનાર છે આ માટે 10 હજાર જેટલી ફિમેલ ડોન્કી હલારી નસ્લની મંગાવવામાં આવી ચૂકી છે, હાલ તેની બ્રીડિંગ કરવામાં આવી રહ્યું છે,આ ખાસ પ્રકારની નસ્લની ફિમેલ ડોન્કીનું દુધ દવાઓ બનાવાના ઉપયોગમાં લેવાય છે, આ દુધમાં કેન્સર , મેદસ્વીતાપણું અને એલર્જી જેવી અસંખ્ય બિમારીઓ સામે લડવાની ક્ષમતા રહેલી હોય છે અને આ હલારી નામક ફિમેલ ડોન્કીની નસ્લ ખાસ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે.

અનેક નિષ્ણાંતોનું આ બાબતે કહેવું છે કે, સામાન્ય રીતે ગાય અને ભેંસના દુધીથી નાના બાળકોને એલર્જી થાય છે અથવા તો બાળકો આ દુધ પચાવી શકતા નથી પરંતુ આ હલારી નામની ફિમ્લ ડોન્કીનું દુધ બાળકો માટે પણ ખુબ ફાયદા કારક હોય છે, આ દુધમાં એન્ટિ ઓક્સીડેન્ટ,એન્ટી એજીન તત્વ સમાયેલા હોય છે,જે શરીરમાં રહેલ ગંભીરલ બિમારીઓને લડવાની ક્ષમતામાં વધારો કરે છે

બ્રિડીંગનું કામ પત્યા બાદ ખુબ જ ટૂંકા સમયગાળામાં ડેરી બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવશે, ફિમેલ ડોન્કીનું દુધ માર્કેટમાં2000 થી 7000 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે. આ દુધમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે, જે ઘણા મોંઘા ભાવથી વેચાય હોય છે. તેના દૂધમાંથી સાબુ, લિપ બામ, બોડી લોશન પણ તૈયાર કરવામાં આવે છે

એનઆરસીઈ હિસારના સેન્ટ્રલ બફેલો રિસર્ચ સેન્ટર અને કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોની પણ આ બાબતે મદદ લેવામાં આવી રહી છે, નિષ્ણાતોનું કહેવું છે કે, આ દુધની ડેરી શરુ થવાથી તે લોકોને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે.

સાહીન-

Exit mobile version