Site icon hindi.revoi.in

બિહારમાં અનેક નદીઓપર મંડાય રહ્યો છે ખતરોઃકેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Social Share

દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું તાંડવ

બિહારમાં બીજા દિવસે પણ રેલ વ્યવહાર ઠપ

અનેક રાજ્યો પુરની ઝપટમાં

ઘણા રાજ્યો પર મંડાય રહ્યો છે ખતરો

ભારેથી અતિભારે વરસાદની આગાહી

બિહારમાં નદીમાં ડૂબવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યાં

દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે અનેક રાજ્યોમાં પુરની સ્થિતી જોવા મળી છે ત્યારે બિહારમાં ખગડીયામાં કોસી અને બાગમતી નદી સ્થિર છે પરંતુ આફત ટળી નથી, નદીઓના તટ પર વસતા અનેક ગામો પુરના સંકજામાં છે, સોમવારના રોજ અનેક નદીનું સ્તર સ્થિર જોવા મળ્યું હતું જ્યારે પૂર્વ ચંપારણ અને દરભંગા જીલ્લામાં અનેક જગ્યાએ પુરનો પ્રકોપ યથાવત છે.

 છત્તીસગઢ અને ઓરીસામાં પણ પુરનો ખતરો મંડાય રહ્યો છે, ઓડીશાના મયૂરભંજ ,કોરાપુટ, સંબલપુર ,નવરંગપુર,નુઆપડા,ઝારસુગુડા,બરગઢ અને કાલાહાંડી જીલ્લામાં આજરોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે,ત્યારે ઘણા વિસ્તારમાં ગઈકાલથી વરસાદે જોર પકડ્યું છે ,છત્તીસગઢના બસ્તર સંભાગમાં પાછલા બે દિવસથી સતત વરસાદ સરસી રહ્યો છે જેને કારણે પુરની સ્થિતી સર્જાવાનો ભય મંડાય રહ્યો છે તો ઈન્દ્રાવતી નદીનું સ્તર વધતુ જોવા મળતા આફત મંડળાઈ રહી છે.

મધ્ય પ્રદેશની વાત કરીયે તો 27 જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહિ કેટલાક જીલ્લામાં સોમવારથી જ વરસાદે પોતાનું સ્થાન જમાવી લીધું છે તળેટીના વિસ્તાર જેમાં કર્નાટક, કોંકણ અને ગોવા, દક્ષિણ ઓડીશા, અને રાજસ્થાનના પૂર્વના ભાગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો સાથે સાથે હિમાચલ પ્રદેશ ,ઉત્તરાખંડ,પંજાબ અને હરિયાણાના ઉત્તરના જીલ્લાઓમાં,આસામ,મેઘાલય અને નાગાલેંડમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય પ્રમાણમાં વરસાદ પડ્યો છે તો કેટલાટ વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બિહારમાં સતત બીજા દિવસે ટ્રેન વ્યવહાર ઠપ્પ

બિહારના દરભંગા-સમસ્તીપુર રેલવે પર બીજા દિવસે પણ ટ્રેન વ્યવહાર બંધ રખવામાં આવ્યો હતો.કોસી-સીમાંચલમાં નદીનું સ્તર નીચું જતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા ત્યારે બિહારમાં નદીમાં ડૂબવાથી 9 લોકોના મોત થયા હતા ,પશ્વિમ બંગાળમાં ગંડક સહીત પહાળી નદીઓ સ્થિર રહી હતી પરંતું ઘણી જગ્યાઓ પર હજુ પણ ખતરો મંડાય રહ્યો છે.

સિકટામાં માઝર નદીમાં ડૂબવાથી એક મહિલાનું મોત નિપજ્યું હતુ , પૂર્વ ચંપારણમાં નદીઓનું સ્તર ઘટતા જનજીવન સ્થિર થતું જોવા મળ્યું હતું, ત્યારે બંઝરિયાના ચૈલાહામાં બિનવા ઘાટ પાસે ઘનૌતિ નદીમાં ડૂબવાથી એક યુવકનું મોત થયું હતું. મધુબની જીલ્લાના અડઘા ગામો પુરના પાણીમાં ઘેરાયેલા છે. તો દેશભરમાં હજુ કેટલાક રાજ્યો પર ખતરો મંડાય રહ્યો છે તો કેટલાક રાજ્યો હાલ પણ પુરની સ્થિતી સામે લડી રહ્યા છે.

Exit mobile version