1. Home
  2. revoinews
  3. ભારતનો ખોફ- ચીનની સેના હવે લદ્દાખના પેંગોંગ લેક ક્ષેત્રમાંથી પણ પાછળ ખસી
ભારતનો ખોફ- ચીનની સેના હવે લદ્દાખના પેંગોંગ લેક ક્ષેત્રમાંથી પણ પાછળ ખસી

ભારતનો ખોફ- ચીનની સેના હવે લદ્દાખના પેંગોંગ લેક ક્ષેત્રમાંથી પણ પાછળ ખસી

0
  • હવે લદ્દાખના પેંગોંગ લેક વિસ્તારમાંથી ચીની સેના પાછળ હટી
  • ત્યા સ્થિત કારાયેલ બુલડોઝરો પણ ખસેડાયા
  • ભારત અને ચીન વચ્ચેનો તણઆવ ઓછો થતો જોવા મળી રહ્યો છે

છેલ્લા કેટલાક મહિનાથી લદ્દાખ સીમા વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો,ત્યારે ભારત પણ ચીનની સેના પર બાજ નજર રાખીને બેસ્યુ છે,ભારતની સુરક્ષાને લઈને ચીનના મનમાં સતત ભય ફેલાયેલો જોવા મળી રહ્યો હતો,છેવટે ચીન એ લદ્દાખ સીમા સ્થિત વિસ્તાર ગલવાન ખીણમાંથી પણ તેના સૈનિકોને પાછા ખસેડ્યા હતા,ત્યાર બાદ પણ ચીનના કેટલાક સૈનિકો લદ્દાખ પાસેના વિસ્તારમાં સ્થિત હતા.

ત્યારે હવે લદ્દાખ પાસે આવેલા પેંગોંગ લેક વિસ્તારમાંથી પણ ચીને તેની સેનાને પાછી ખસેડી લીધી છે,આ સાથે જ સેનાના તમામ સાધનો પણ હટાવવામાં આવ્યા છે,પેંગોંગ લેકના ફિંગર ચાર પ્રદેશમાંથી ચીની સેનાના જવાનોએ તેમના વાહનો જેવા કે બોટ, ગાડીઓ અને બુલડોઝરો પણ ખસેડી લીધા છે અને પીછેહટ કરી છે.

ઉલ્લેખનીય છે કે,ભારતે ચીન તણાવ બાદ સુરક્ષામાં વધારો કર્યો હતો,તે સાથે જ ફાઈટર હોલિકોપ્ટર દ્રારા અડધી રાત્રીના ઓપરેશન પણ હાથ ધર્યું હતું ત્યારે આ પહેલા ચીન એ તેની સેનાને ગલવાન ખીણમાં પેટ્રોલિંગ પોઈન્ટ 14થી પણ પાછી ખસેડી હતી.ગલવાન ખીણ એજ વિસ્તાર છે કે જ્યા આ એ જ જગ્યાએ છે જ્યાં બંને સેનાના જવાનો વચ્ચે અથડામણ સર્જાય હતી અને જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.એ પછી પોઈન્ટ 15 અને 17 એ પરથી પણ ચીન એ તેને સૈનિકો પાછા હટાવ્યા હતા હતા.ત્યારે હવે પેંગોંગ લેક પ્રદેશમાંથી પણ પાછા ફરવાની તૈયારીઓ થઈ રહી છે

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પણ ચીની સેના એ કબ્જો જમાવ્યો હતોત્યાર બાદ ભારતના સૈનિકોને પેટ્રોલિંગ માટે આ વિસ્તારથી આગળ જવા માટે ચીનના સૈનિકોએ મનાઈ ફરમાવી હતી અને એજ સ્થળ પર બન્ને દેશોના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જો કે ચીનની સેનાની પીછેહટ બાદ પણ ભારત સુરક્ષા મામલે સતત સતર્ક રહેશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.