Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીની હવા ઝેરી બનવાની દહેશત – એક્યૂઆઈ કેટલાક વિસ્તારોમાં 500ને પાર ગંભીર શ્રેણીમાં નોંધાયો

Social Share

દિલ્હી- સમગ્ર દેશ એક તરફ કોરોના સામે લડી રહ્યો છે તો બીજી તરફ દેશની રાજઘાની દિલ્હી કોરોનાની સાથે સાથે પ્રદુષણ સામે ઝઝુમી રહી છે, દિલ્હીની સ્થિતિની  જો વાત કરીએ તો દિલ્હીની સ્થિતિ ખુબ કથળી રહી છે, અહીંની આબોહવા એટલા પ્રમાણે દુષિત થઈ રહી છે કે કટોકટી જાહેર કરવાની સ્થિતિ આવી ચૂકી છે.

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ને પાર જોવા મળી રહ્યો છે, જે ખુબ જ ગંભીર શ્રેણી દર્શાવે છે, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે આબોહવામાં વધુ ઝેરી  પ્રસરવાની શક્યતાઓ દર્શાવી છે.

દિલ્હીના જાણીતા વિસ્તારો જેવા કે, મંદિર માર્ગ, પંજાબી બાગ, નજફગઢ, શ્રી અરવિંદ માર્ગ,  પૂસા, રોહિણી, પડપડગંજ, જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખુબ જ ખરાબ નોંધા. છે, જે500ના આંકડાને વટાવી ચૂક્યો હોવાથી ચિંતા પણ વધી છે, આ કારણે કોરોનાના દર્દીઓમાં પણ વધારો થી રહ્યો છે, દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ પણ વધી રહી છે.જો વનારા દિવસોમાં આ હવા પ્રદુષિણનું પ્રમાણ નહી ઘટે તો કોરોના વકરવાની દહેશત છે.

ભારત ઋતુ વિજ્ઞાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે  મંગળવારની સવારે વિઝિબિલિટી માત્ર 300 મીટરની રહી હતી.લોકોને દુર સુધી જોવામાં પણ મુશકેલ સર્જાઈ રહી છે, જેના કારણે ટ્રાફિક જેવી સમસ્યાઓ ફેલાઈ રહી છે.

સાહીન-

 

Exit mobile version