Site icon Revoi.in

ટૂંક સમયમાં એક્શન ગેમ FAU-G ભારતમાં લોન્ચ થશે

Social Share

અમદાવાદ: nCore ગેમ્સે ગયા મહિને ઘોષણા કરી હતી કે, તે ટૂંક સમયમાં એક્શન ગેમ FAU-G ને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. એવામાં કંપનીએ હવે ઘોષણા કરી છે કે, આ ગેમની રાહ હવે પૂરી થવા જઈ રહી છે અને કંપની તેને આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે. nCore ગેમ્સે એક ઓફિશિયલ ટ્વિટ દ્વારા આ સમાચાર આપ્યા છે.

nCore ગેમ્સ એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે,અચ્છાઈ પર બુરાઈની હમેશા જીત થાય છે. રોશની હંમેશા અંધકારને નાબૂદ કરે છે અને તેના પર વિજય મેળવે છે. વિજય નિડર અને સયુંકત ગાર્ડ્સને આશીર્વાદ આપે… નવેમ્બર 2020માં લોન્ચ થવા જઈ રહી છે.

લોન્ચના ટાઇમલાઈનને જોતાં nCore એ ગેમનું ટીઝર પણ બતાવ્યું. આ ટીઝરમાં ગલવાન ઘાટી ઉપર હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા હતા, જ્યારે ભારતીય જવાન પણ ગલવાનમાં ટ્રેનીંગ અને ચીની સૈનિકો સાથે લડતા જોવા મળ્યા હતા.

એક રીપોર્ટ મુજબ આ એક્શનને બેંગ્લોર સ્થિત કંપનીએ આ રીતે બનાવી છે કે,જેમાં ભારતીય સૈનિકો ગલવાનમાં હાથોથી ચીની સૈનિકો સાથે ટક્કર લેતા નજરે પડે છે. લોંચ દરમિયાન ગેમમાં બેટલ રોયલ મોડ આપવામાં આવશે નહીં. ગલવાન ઘાટી મોડ સિંગલ અને મલ્ટિપ્લેયર બંને માટે હશે.

FAU-G ની આટલી બધી માહિતી હોવા છતાં લોન્ચિંગ તારીખ શું હશે તે જાણી શકાયું નથી. આ ગેમને ક્યારે લોન્ચ કરવામાં આવશે ? તો બીજી તરફ એપલ સ્ટોર અને એન્ડ્રોઇડ સ્ટોર પર આ એપ ડાઉનલોડ માટે ક્યારે ઉપલબ્ધ થશે. પબજીના બેન થયા બાદ આ ગેમ વિશે સૌથી પહેલા અક્ષયકુમારએ માહિતી આપી હતી. એવામાં ઘણા હજી પણ VPN ની સહાયથી PUBG રમવા માટે સક્ષમ છે,જ્યારે ઘણા આ ગેમની રાહ જોઈ રહ્યા છે.

_Devanshi