Site icon hindi.revoi.in

આતંક પર પાકિસ્તાનને FATFની છેલ્લી તક, નહીં સુધરે તો ઈકોનોમી થશે બ્લેકલિસ્ટ

Social Share

વોશિંગ્ટન: આતંક પર એક્શન માટેની એફએટીએફ એટલે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને છેલ્લી ચેતવણી આપી છે. ફ્લોરિડામાં થયેલી FATFની બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે ઓક્ટોબર-2019 સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. FATF તરફથી ઈસ્લામાબાદ માટે જાહેર કરવામાં આવેલી ચેતવણીએ પાકિસ્તાનના બ્લેકલિસ્ટ થવાની આશંકાને વધુ મજબૂત કરી છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડૉનમાં તુર્કીની ન્યૂઝ એજન્સીને ટાંકીને પ્રકાશિત અહેવાલ મુજબ, તુર્કી જ એકમાત્ર દેશ હતો કે જેણે ઈસ્લામાબાદના બ્લેકલિસ્ટ કરવાની વાતનો વિરોધ કર્યો હતો.

ભારત દ્વારા લાવવામાં આવેલા આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને પણ ટેકો આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન સાથે લાંબા સમયથી ઉભું રહેનારું ચીન પણ મીટિંગથી અંતર જાળવતું હતું. ભારત FATFના એશિયા-પેસિફિક જોઈન્ટ ગ્રુપનું કો-ચેયર સદસ્ય છે. FATFના નિર્દેશ પ્રમાણે, પાકિસ્તાનની આતંકવાદી સંગઠનો વિરુદ્ધની કાર્યવાહી અને મની લોન્ડ્રિંગ રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની સમીક્ષા ભારત પણ કરે છે.

પાકિસ્તાન ગત એક વર્ષથી FATFના ગ્રે લિસ્ટમાં છે અને તેણે ગત વર્ષ જૂનમાં એન્ટિ-મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મિકેનિઝ્મને મજબૂત કરવા માટે તેની સથે કામ કરવાનો વાયદો કર્યો હતો. ગત વર્ષ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખવાના નિર્ણયની સાથે FATFએ નિવેદન જાહેર કર્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકવાદનું આર્થિક સમર્થન રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ આધાર પર તેને હાઈ રિસ્કની શ્રેણીમાં રાખવામાં આવે છે.

22 ફેબ્રુઆરી, 2019ના તેના સમાપન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેરરિઝ્મ ફાઈનાન્શિંગ રોકવામાં પાકિસ્તાને પુરતી સમજનું પ્રદર્શન કર્યું નથી. આઈએસઆઈએસ, જેયુડી,એફઆઈએફ,લશ્કરે તૈયબા, જેઈએમ અને તાલિબાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનોના આર્થિક આધારને કમજોર કરવા માટે પાકિસ્તાને પુરતા પગલા ભર્યા નથી. FATFએ પોતાના રિપોર્ટમાં આગળ કહ્યું છે કે જાન્યુઆરી-2019 સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાને પુરતા ગણી શકાય નહીં. આ મર્યાદીત પ્રયાસને જોતા FATF પાકિસ્તાનને નિર્દેશ આપે છે કે આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન તાત્કાલિક અને કઠોર પગલા ઉઠાવે. ખાસ કરીને 2019ના મે માસ સુધીની સમયમર્યાદાની અંદર

FATF તરફથી જાહેર કરવામાં આવેલી આ ચેતવણી પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી છે. જો FATF ઈસ્લામાબાદને બ્લેકલિસ્ટ કરે છે, તો તેની સીધી અસર થશે કે વૈશ્વિક દુનિયામાં પાકિસ્તાન સંપૂર્ણપણે અલગ-થલગ થઈ જશે. તેની અસર આઈએમએફ અને વર્લ્ડ બેંકથી મળનારી મદદ પર પણ પડવાની શક્યતા છે.

તુર્કી તરફથી મળેલી મદદ બાદ એટલું તો સ્પષ્ટ છે કે કેટલાક દેશો પાસેથી પાકિસ્તાનને મદદ મળતી રહેશે. જો કે તેમ છતાં પણ પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં જ રહેશે. ગત સપ્તાહે થયેલી સમીક્ષામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે FATF તરફથી જાહેર કરવામાં આવેલા 27માંથી માત્ર 25 પોઈન્ટને પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. સૂત્રોને ટાંકીને અંગ્રેજી અખબારે જણાવ્યું છે કે પાકિસ્તાનને જો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો આ પાકિસ્તાનની ઈકોનોમી માટે ઘણું જ નુકસાનકારક હશે. તેની અસર એ પણ હશે કે પહેલેથી જ ખરાબ પ્રકારના કર્જમાં ડૂબેલું પાકિસ્તાન અન્ય દેશો પાસેથી કઠોર શરતો પર લોન લેવા માટે બાધ્ય બનશે.

Exit mobile version