Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરની સરહદના ખેતરોમાં વર્ષો બાદ થશે ખેતી- તંત્ર અને બીએસએફ એ મળીને ખેતરમાં કરી વાવણી

Social Share

આંતરરાષ્ટ્રીય સરહદની રાતબંધી આગળ ખેડુતોની જમીન પર મંગળવારના રોજ છેલ્લા 18 વર્ષ બાદ ટ્રેક્ટર ચલાવવામાં આવ્યું છે, સખ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બીએસએફના જવાનોએ સશસ્ત્ર ટ્રેકટર વડે ખેતરોને ખેડવાનું શરૂ કર્યું હતું. વહીવટતંત્ર અને બીએસએફના સહયોગથી અંદાજે બે દશક બાદ આ સરહદોનાખેતરો લીલછમ જોવા મળશે

આ જમીન પર છેલ્લા ઘણા સમયથી ખેતી ન થાવાના કારણે ઝારી-ઝઆખર ઉગી નિકળ્યા હતા,આ તમામ બિનજરુરિ ઝાડ છોડને હટાવવાનું કાર્ય બીએફના જવાન દ્વારા હાથ ઘરવામાં આવ્યું છે, ત્યાર બાદ આવનારા વર્ષથી આ ખેતી લાયક જમીન સંપૂર્ણ રીતે ખેડુતોને ખેતી માટે સોંપવામાં આવશે. આ જમીન પર પ્રથમ દિવસે ચાર ટ્રેકટરોની મદદથી ખેતરમાં વાવણી કરવામાં આવી હતી.રવિવારે મળેલી મીટિંગ દરમિયાન ડીસીએ આશ્વાસન આપ્યું હતું કે જમીનમાં ખેતીનું કામ ખુબ જ જલ્દીથી બેરીકેટની સામે શરૂ કરવામાં આવશે. પ્રથમ વખત હશે કે જ્યારે અહીનું વહીવટતંત્ર બીએસએફના સહયોગથી ખેતી કરશે. ત્યાર બાદ ખેડુતો અહીં પોતાની ખેતી કરી શકશે.

ડી.સી. એ મંગળવારના રોજ પોતે અહી સવારે 10 વાગ્યે વાવણી શરૂ કરાવી હતી,આ સાથે જ બીએસએફના ચાર ટ્રેક્ટર ખેડાણમાં લગાવ્યા હતા, આ ખેતરોમાંબિન જરુરી ઝાડ ઉખેડવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ કાર્ય શરૂ કર્યા પછી, ડીસી એ આ પોસ્ટમાં બીએસએફના અધિકારીઓ સાથએ ખાસ બેઠક યોજી હતી અને તેમના સહયોગ બદલ આભાર માન્યો હતો. બીએસએફની 97 બટાલિયનના સીઓ સત્યેન્દ્ર ગિરીએ જણાવ્યું હતું કે આ કામગીરી કરવામાં સંપૂર્ણ સહયોગ રહેશે.

આ સાથે જ સુરક્ષાની દ્રષ્ટિએ ખેડુતોને ખેતરો સુધી પહોંચવા માટે સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. બેઠક દરમિયાન બીડીસીના અધ્યક્ષ કર્ણ કુમાર, બોર્ડર યુનિયનના પ્રમુખ નાનક ચંદ, પંચ એસોસિએશનના પ્રમુખ અશોક શર્મા પણ હાજર રહ્યા હતા.

તૈયાર થયેલ પાક ખેડુતોને આપવામાં આવશે

આઇબી પર તારબંધીની આગળ ખેડવાની કામગીરી શરૂ કર્યા પછી ડીસી ઓપી ભગતે કહ્યું કે અહી ખેતી શરુ થવાથી સીમા પર રહેતા ખેડૂતોને ખુબ જ રાહત થશે,. 18 વર્ષો બાદ અહી ખેડૂતો ફરીથી ખેતી કરી શકશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે. તેમણે માહિતી આપી કે વહિવટી તંત્ર પહેલીવાર બીએસએફની મદદથી પહાડપુરથી લઈને બોબિયા સુધીની તમામ જમીન પર પાક વાવેતર કરશે.અને જે પાક તૈયાર થશે છે તે સરહદના ખેડુતોને અપાશે.

આ સાથે જ ખેતરમાં આગલું વાવેતર ખેડુતો જાતે કરશે, આમ કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે આ જમીન વર્ષ 2002 માં જેવી ખેડુતો એ છોડી હતી તેવી જ સ્થિતિમાં પાછી આપવાની છે. ખડુતોને સંપૂર્ણ સુરક્ષા પણ આપવામાં આવશે

સાહીન-

Exit mobile version