- દોઢ મહિનાનું આંદોલન અંતે ઠાળે પડ્યું
- ખેડુતોએ રેલ્વે ટ્રેક ટ્રેન માટે 15 દિવસ સુધી ખોલ્યો
ચંડીગઢ-: પંજાબમાં છેલ્લા દોઢ મહિનાથી ખેડૂતોનું આદોલન ચાલી રહ્યું હતું, આ સમગ્ર બાબત વચ્ચે શનિવારના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરી હતી અને રાજ્યોમાં તમામા ટ્રેન સંચ્લાન બાબતે વાત કરી હતી ,આ વાતાઘાટો વચ્ચે ખેડૂતોએ 23 નવેમ્બરથી તમામ ટ્રેનમાટે 15 દિવસો સુધી રેલ્વે ટ્રેક ખાલી રાખવાની સહમતિ દર્શાવી છે.
15 દિવસ બાદ કેન્દ્ર ખેડૂતોની વાત પર ધ્યાન ન આપે તો ફરીથી આંદોલનની ચીમકી
આ બેઠકમાં ટ્રેનોના સંચાલન ઠપ્પ થવાના કારણે થતા નુકસાનની વાત સીએ દ્રારા કરવામાં આવી હતી, આ બેઠક અંદાજે એક કલાક સુધી ચાલી હતી. જો કે, આ દરમિયાન, ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ 15 દિવસમાં ખુલ્લી રીતે વાતચીત કરવી પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો 15 દિવસ બાદ ખેડૂત સંગઠનો ફરી પોતાનું આંદોલન શરૂ કરશે. આ સાથે જ , ખેડૂતોના સૂચિત ‘દિલ્હી ચલો આંદોલન’માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પંજાબના ખેડુતો 26 નવેમ્બરના રોજ દિલ્હી જશે.
પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડુત સંઘો સાથે અર્થપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સમગ્ર બાબત વચ્ચૈ ખુશીની વાત એ છે કે 23 નવેમ્બરની રાતથી, ખેડૂત સંગઠનોએ 15 દિવસ માટે ટ્રેક ખોલવાનો નિર્ણય લીધો છે. હું આ પગલાંને આવકારું છું, કેમ કે તે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવશે . હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે પંજાબમાં રેલ સેવા ફરી શરૂ કરવામાં આવે.
સાહીન-