- અભિનેત્રી ભૂમિ પટેલનું બ્લડ કેન્સરના કારણે નિધન
- હેલ્લારોએ અપાવી હતી ખાસ ઓળખ
- છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી કેન્સર સામે જજુમી રહી હતી
- ખુબ જ નાની વયે દુનિયાને અલવિદા કહ્યું- શોકનો માહોલ છવાયો
અમદાવાદ – વર્ષ 2020 ખરેખર જોવા જઈએ તો બોલિવૂડથી લઈને ગુજરાતી ફિલ્મ જગત માટે કાળમુખ રહ્યું છે એમ કહીએ તો તેમાં નવાઈ નથી, આજ રોજ ગુજરાતી સિનેમા જગતનું જાણીતું નામ ભૂમિ પટેલએ કેન્સર સામેની જંગમાં હાર માનીને આ દુનિયામાંથી વિદાય લીધી છે, આજ રોજ બપોરે ભુમિ પટેલના નિધનના સમાચાર વાયુવેગ પસરી જતા સમગ્ર ગુજરાત અને ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લખેનિય છે કે, ભૂમિ પટેલ ખુબજ જાણીતી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારોમાં જોવા મળી હતી, આ ફિલ્મ બાદ તેની ગુજરાતી સિનેમા જગતમાં એક ખાસ ઓળખ બની ગઈ હતી, ત્યારે આજ રોજ તેમના નિધનથી સમગ્ર ફિલ્મ જગતમાં માયુસી છવાઈ ગઈ છે.
હેલ્લારો ફિલ્મ ખુબ જ ચર્ચીત બની હતી, ગરબા પ્રત્યેનો સ્ત્રીઓનો અનહદ શોખ અને સ્ત્રીઓની વેદનાને છતી કરતી આ ફિલ્મમાં ભૂમિ પટેલ ડાન્સરની ભુમિકામાં જોવા મળી હતી, આ ફિલ્મ એક સ્ત્રીની સ્વતંત્રતા પર બનેલી ખુબ જ લોકપ્રિય ફિલ્મ સાબિત થઈ છે.
અભિનેત્રી ભૂમિ પટેલ છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા, છેવટે હસાતા મોઢે પણ તેમણે કેન્સર સામે હાર માનવી જ પડી, કેન્સર સામે હસતા હસતા લડત આપી રહેલી અભિનેત્રીનો ચહેરો આજે ગુજરાતી ફિલ્મ જગતમાં એક સારી યાદ તરીકે છવાયેલો રહેશે.
સાહીન-