- ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટનો જન્મદિવસ
- ફિલ્મ જગતમાં કમાવ્યું ઘણું નામ
- ફિલ્મ ‘આશિકી’થી મળી ઓળખ
મુંબઈ : પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટનો આજે જન્મદિવસ છે. મુકેશ ભટ્ટ આજે તેનો 69મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મુકેશ ખુદ એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે. મુકેશના પિતા નાનાભાઇ ભટ્ટ પણ તે સમયના જાણીતા ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા હતા. મુકેશ અને મહેશ બંને ભાઈઓએ ફિલ્મ જગતમાં ઘણું નામ કમાવ્યું છે. તેમના પિતાના પગલે ચાલીને બંનેએ ફિલ્મ-દિગ્દર્શનને તેમની કારકિર્દી તરીકે પસંદ કર્યું અને ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન બનાવ્યું.
નિર્માતા તરીકે મુકેશ ભટ્ટની પહેલી ફિલ્મ ‘જુર્મ’ હતી, જે 1990 માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં વિનોદ ખન્ના નજરે પડ્યા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી ન હતી. આ ફિલ્મ પછી તેણે ગુલશન કુમાર સાથે ફિલ્મ ‘આશિકી’ બનાવી, જે સુપરહિટ સાબિત થઈ. આજે તે ખૂબ જ સરળ જીવન જીવે છે, પરંતુ કેટલીકવાર તે પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં ઘેરાય છે.
જો કે સમય બદલાતા તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પણ ઓછુ કરી દીધું અને તેમની ફિલ્મો પણ ઓછી આવવા લાગી હતી. જો વાત કરવામાં આવે મુકેશ ભટ્ટ ફેમિલીની તો પરિવારમાં તેમના ભાઈ મહેશ ભટ્ટ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને તેઓએ પણ પોતાનું નામ બનાવ્યું છે.
મુકેશ ભટ્ટની ભત્રીજી આલિયા ભટ્ટ પણ પડદા પર સફળ એક્ટર તરીકે સાબિત થઈ છે. પણ જો વાત કરવામાં આવે મુકેશ ભટ્ટની તો તે ક્યારેક વિવાદમાં પણ જોવા મળતા હોય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલા નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી જે બાદ તેમને કેટલીક મુશ્કેલી પણ વધી હતી.