1. Home
  2. revoinews
  3. મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને દુનિયાને કહ્યું અલવિદા- બોલિવૂડ જગતમાં છવાયો સન્નાટો
મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને દુનિયાને કહ્યું અલવિદા- બોલિવૂડ જગતમાં છવાયો સન્નાટો

મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાને દુનિયાને કહ્યું અલવિદા- બોલિવૂડ જગતમાં છવાયો સન્નાટો

0
  • સરોજખાને ફાનિ દુનિયાને કહ્યું અલવિદા
  • કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું મોત
  • સરોજખાનની ઉમર 71 વર્ષ હતી

બોલુવૂડ જગતનું મશહૂર નામ સરોજ ખાન કે જેમણે 71 વર્ષની ઉંમરે આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું છે,મુંબઈમાં આવેલી ગુરુનાનક હોસ્પિટલમાં સરોજખાનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત નિપજ્યું છે,તેમના મોતને લઈને સમગ્ર બોલિવૂડ જગતમાં સન્નાટો છવાયો છે,વિતેલી રાત્રે શુક્રવારના રોજ રાત્રીના 2 વાગ્યે આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી 17 જુનના રોજથી તેમની તબિયત લથડી હતી જેના કારણે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાતી હતી જેના કારણે તેઓ છેલ્લા થોડા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા.તેઓ સુગરની બિમારીના દર્દી પણ હતા.

હાલ જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે જેના કારણે જ્યારે સરોજખાનને એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

સરોજખાનના ફિલ્મી જગતમાં યોગદાનની વાત કરીએ તો તેઓ છેલ્લા 4 દાયકાથી આ ફિલ્મી જગત સાથે જોડાયેલા હતા,તેમણે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન 2 હજારથી પણ વધુ સોંગના ડાન્સ બોલિવૂડ કલાકારોને શીખવ્યા છે.

વર્ષ 1974માં ‘ગીતા મેરા નામ’થી એક સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે ફર્સ્ટ બ્રેક મળ્યો હતો,ત્યાર બાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી ,તેઓ સમગ્ર જીનવકાળ દરમિયાન સતત ડાન્સમાં એક્ટિવ રહ્યા છે,બોલિવૂડના જાણીતા ફેમસ કલાકારો તેમના પાસે ડાન્સ શીખ્યા છે.

વર્ષ 2019મા તેમણે છેલ્લે બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ માધુરિ દીક્ષિતને તબાહ હો ગયે સોન્ગ માટે ડાન્સ શીખવ્યો હતો.માધુરી સાથે તમેની ઘણી યાદો જોડાયેલી છે.

સરોજ ખાન આટલી ઉંમરે પણ સતત એક્ટિવ રહેતા હતા,તેઓ ડાન્સમાં ખુબ જ માહિર હતા અનેક લોકોએ તેમના પાસે ડાન્સનું શિક્ષણ મેળવ્યું છે,ભલે આજે સરોજ ખાન આપણી વચ્ચે હયાત નથી પરંતુ અનેક લોકોના ડાન્સમાં તેઓ એક બેસ્ટ કોરિયોગ્રાફર તરીકે હંમેશા જીવંત રહશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.