રાજસ્થાનના અજમેરમાં ગત કેટલાક સમયથી ધર્માંતરણનું કારખાનું ચાલી રહ્યું છે. આ દાવો રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીએ કર્યો છે. તેમણે ક્હ્યુ છે કે કેટલાક સમયથી અજમેરમાં ધર્માંતરણનું કારખાનું ચાલી રહ્યું છે. પહેલા કોટામાં હતું. હાલ અજમેરમાં પણ પગ ફેલાવી ચુક્યું છે.
તેમણે કહ્યુ છે કે તાજેતરમાં કિશનગઢની ઘટના સામે આવી છે. ત્યાં એક ગરીબ પરિવાર રહે છે. કેટલાક સમયથી ત્યાં ત્રણ ખ્રિસ્તી મહિલાઓ પ્રાર્થનાના બહાને જઈ રહી છે. 12થી 15 વર્ષની વયના બાળકો અને કેટલીક મહિલાઓને એકઠી કરીને તે ધર્માંતરણની વાત કરે છે.
દેવનાનીનો દાવો છે કે લોકોને પોતાના ઘરોમાંથી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો હટાવીને ઈશુ ખ્રિસ્તની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યુ છે કે ઘણાં પરિવાર ગરીબ છે. નાણાંની લાલચ આપીને ધર્માંતરણ નિંદનીય છે. આ મુદ્દાને લઈને કિસનગઢમાં તણાવ છે.
તેમણે કહ્યુ છે કે તુષ્ટિકરણના નામ પર આ બધું થઈ રહ્યું છે. નાણાંની લાલચ આપીને ધર્માંતરણની ખ્રિસ્તી મિશનરીઓની કોશિશને હિંદુ સંગઠન સહન કરશે નહીં. રાજ્ય સરકાર સમક્ષ આની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માગણી કરતા ભાજપના ધારાસભ્યે ક્હ્યુ છે કે અમે આને સહન કરીશું નહીં. સરકાર આની સામે તાત્કાલિક પગલા ભરે. તેમને નાણાં ક્યાંથી મળે છે? અમે તેનો સ્ત્રોત જાણવા માંગીએ છીએ.
તેમણે કહ્યુ છે કે જો નાણાં આપી અથવા દબાણ નાખીને ધર્માંતરણનો પ્રયાસ થશે તો સમાજ તેને સ્વીકારશે નહીં. અમે તેને સહન કરીશું નહીં અને કોઈ અન્યએ પણ આને બર્દાશ્ત કરવું જોઈએ નહીં.