Site icon hindi.revoi.in

ફેસબુક મેસેન્જર પર આવ્યું આ શાનદાર ફીચર

Social Share

મુંબઈ: ફેસબુકે મેસેન્જર યુઝર્સ માટે વોચ ટુગેધર ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી મેસેન્જર યુઝર મિત્રો સાથે વીડીયો જોઈ શકે છે. આ ફીચર તમામ ફેસબુક વોચ વીડીયોને પણ સપોર્ટ કરે છે. ફેસબુકે હાલમાં જ મેસેન્જર માટે સ્ક્રીન શેરિંગ ફીચર પણ રજૂ કર્યું હતું.

ફેસબુક મેસેન્જર પર વોચ ટુગેધર ફીચરનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ માટે તમારે ફક્ત એક મેસેન્જર વીડીયો કોલ શરૂ કરવો પડશે અથવા તમારે મેસેન્જર રૂમ ક્રિએટ કરવો પડશે. એકવાર તમે આ કરી લો, પછી મેનૂ પર ગયા બાદ, તમે વોચ ટુગેધર પસંદ કરી શકો છો. તમે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે બેસીને ક્યાં પ્રકારનું કન્ટેન્ટ જોવા માંગો છો, આ માટે તમે વિવિધ કેટેગરીમાંથી કન્ટેન્ટને પસંદ કરી શકો છો અથવા સર્ચ બાર પર જઈને, તમને કન્ટેન્ટને સર્ચ કરવાનો વિકલ્પ પણ મળશે.

ફેસબુકે કહ્યું છે કે તમે મેસેન્જર વીડીયો કોલ પર વધુમાં વધુ આઠ લોકો સાથે વીડીયો જોઈ શકો છો. પરંતુ જ્યારે મેસેન્જર રૂમ્સની વાત આવે છે, ત્યારે તમે વધુમાં વધુ 50 લોકો સાથે વીડીયોનો આનંદ માણી શકો છો. કોરોના વાયરસને કારણે મોટાભાગના પ્લેટફોર્મ પર વીડીયો કોલિંગનો ઉપયોગ વધ્યો છે. ફેસબુક મેસેન્જરનો વીડિયો કોલિંગ માટે પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ મેસેન્જર પર દરરોજ 150 મિલિયનથી વધુ વીડિયો કોલ આવે છે અને આ પ્લેટફોર્મ દ્વારા દરરોજ 200 મિલિયનથી વધુ વીડિયો મોકલાય છે.

ફેસબુક મેસેન્જરનું વોચ ટુગેધર ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ માટે ઉપલબ્ધ છે. જો તમે તમારા ડિવાઈસ પર આ ફીચરને નથી જોઈ શકતા તો પછી મેસેન્જર એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ કરી લો.

_Devanshi

Exit mobile version