Site icon Revoi.in

કોરોનાવાયરસની મોટી કંપનીઓ પર અસર, ફેસબુક કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ

Social Share

અમદાવાદ: અમેરિકામાં કોરોનાવાયરસની સૌથી વધારે અસર છે અને કેટલીક કંપની પોતાના કર્મચારીઓને કોરોનાવાયરસથી સંક્રમિત થતા બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. હવે આ કંપનીમાં વિશ્વની મોટી કંપનીઓમાંની એક ફેસબુક પણ જોડાઈ ગઈ છે અને કર્મચારીઓને વર્ષ 2021 સુધી વર્ક ફ્રોમ હોમ આપ્યું છે.

કોરોનાવાયરસના સંકટને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં ગૂગલ અને ટ્વિટરે તો તેમના ક્રમચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યુ છે અને હવે ફેસબુક દ્વારા પણ આ પગલું લેવામાં આવ્યું છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસના કારણે સમગ્ર વિશ્વમાં કેટલીક જગ્યાઓ પર કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર જોવા મળ્યો છે અને કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ-સૂચના પણ આપી રહી છે. આ ઉપરાંત ફેસબુક દ્વારા કંપનીના તમામ કર્મચારીને 100 ડૉલર આપવામાં આવશે.

ફેસબુક પ્રવક્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સરકારે જાહેર કરેલા આરોગ્ય માર્ગદર્શિકા અને કંપની સાથે પરસ્પર કરાર કર્યા પછી, અમે અમારા બધા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. આ છૂટ જુલાઈ 2021 સુધી આપવામાં આવી છે.

જોકે, જ્યાં ઑફિસો ખોલવા માટે મુક્તિ હશે ત્યાં કર્મચારીઓની નિશ્ચિત સંખ્યા સાથે કચેરીઓ ખોલવામાં આવશે. પરંતુ આ વર્ષ સુધીમાં અમેરિકા, લેટિન અમેરિકાના દેશોમાં કચેરીઓ ખોલવાની સંભાવના નથી.

_Vinayak