Site icon hindi.revoi.in

કચ્છના ભૂગર્ભમાં આ ફોલ્ટલાઈન હલશે તો મોટું નુક્સાન થવાની સંભાવના: સંસોધકોનો દાવો

Social Share

અમદાવાદ; કચ્છ યુનિવર્સિટીના સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી  ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્રારા કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, ધ કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ, ધરતીના પેટાળમાં આવેલી આ ફોલ્ટ લાઈન ખૂબ જ મોટી ઇસ્ટ–વેસ્ટ ટ્રેન્ડિંગ ફોલ્ટ લાઇન છે, આશરે 1000 વર્ષેાથી સુષુ અવસ્થામાં હતી. જોકે હવે તેમાં સ્ટ્રેસનું નિર્માણ થતા આ ફોલ્ટ લાઈન ભૂકપં લાવી શકે છે. આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ એમ 150 કિમી જેટલી લાંબી છે.

ગત મહિને અરેબિયન જર્નલ ઓફ જિયોસાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ આશરે 5600થી 1000 વર્ષ પહેલા અહીં 4 જેટલા ખૂબ જ મોટા ભૂકપં આવ્યા હતા, એક કાલગણના માપવા માટેની પદ્ધતી છે જેના આધારે ઘટના કયારે બની હતી અને તેની ગણના કરવામાં આવે છે. ભુસ્તરશાસ્ત્રીઓ દ્રારા આ પદ્ધતીમાં રેડિયોકાર્બન ડેટિંગ ટેકનોલોજીનો 1950માં ઉદભવ થયો તે પહેલાના સમયને કહેવામાં આવે છે.

સંશોધકોનું કહેવું છે કે જ્યારે ધરતીકંપ આવશે તો તેની ખૂબ જ ભયાનક અસર કચ્છમાં જોવા મળશે. ખાસ કરીને ગાંધીધામ અને અંજારમાં, તેમજ સૌરાષ્ટ્ર્ર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ તેની ગંભીર અસર જોવા મળી શકે છે.

કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરોમેન્ટ સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર એમ.જી. ઠક્કરે કહ્યું કે ધરતીના પેટાળમાં ભારતીય પ્લેટમાં કાયમી હિલચાલ જોવા મળતી હોય છે. ત્યારે ઘણીવાર અંદરનું દબાણ અને ઉર્જા કચ્છના નાજૂક ક્રસ્ટ દ્રારા બહાર નીકળે છે.

કચ્છના પેટાળમાં ૪ મોટી ફોલ્ટ લાઈન છે. જેના કારણે અહીં ઘણીવાર ભૂકપં આવ્યા છે. વૈજ્ઞાનિકો માટે એ ખરેખર ચેલેન્જિંગ કામ છે કે કયારે ભૂકપં આવશે તેની આગાહી કરવી. આ શોધ અભ્યાસમાં પ્રો. ઠક્કર પણ મુખ્ય સંશોધકો પૈકી એક છે. જેમાં કચ્છ યુનિવર્સિટીના જ વૈજ્ઞાનિકો રાજ સુનિલ કુન્દ્રેગુલા અને ગૌરવ ચૌહાણ પણ સામેલ હતા. આ સંશોધન અભ્યાસ કેન્દ્રિય અર્થ સાયન્સ મંત્રાલય દ્રારા જુદા જુદા ભુસ્તરશાક્રીઓને આપવામાં આવેલા અને છેલ્લા 10 વર્ષથી ચાલતા અભ્યાસનો એક ભાગ છે.

વૈજ્ઞાનિકોએ આ 10 વર્ષમાં ભારતીય પ્લેટની હિલચાલ અને ફોલ્ટ લાઈનનો અભ્યાસ કરીને હિમાલયન અને કચ્છ વિસ્તારમાં ભૂકંપની દ્રષ્ટ્રીએ સંવેદનશિલ અને એકિટવ ઝોનની ઓળખ કરી છે. પ્રો. ઠક્કરે કહ્યું કે, ફોલ્ટ લાઈન છેલ્લા 1000 વર્ષથી સુષુ હતી પણ આટલા વર્ષેાથી તેના પર દબાણ કરતા સ્ટ્રેસથી તે ફરી એકિટવ થઈને ભૂકપં લાવી શકે છે.

મહત્વનું છે કે 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં વિનાશ વેરનાર ભૂકપં જે ભૂકપં આવ્યો હતો તે સાઉથ વાગડ ફોલ્ટ લાઇન દ્રારા સ્ટ્રેસ રીલિઝ કરવાના કારણે આવ્યો હતો. તો તાજેતરમાં 16 જુલાઈએ રાજકોટ અને 15 જૂને અમદાવાદમાં જે ભૂકંપના આંચકા અનુભવાયા તેને આ ફોલ્ટ લાઈન સાથે કઈં લાગતું વળગતું નથી.

પ્રો. ઠક્કર મુજબ કચ્છમાં આવેલ સેંકડો ભૂકંપે કચ્છના ભૂસ્તરને ખૂબ જ સંવેદનશીલ અને નબળું બનાવી દીધું છે. જે સમગ્ર પશ્ચિમ ભારતમાં સૌથી વધુ નબળું ભુસ્તર છે. વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ માટે ઈસરો દ્રારા ખાસ તૈયાર કરવામાં આવેલ કાર્ટેાસેટ ઉપગ્રહનો ઉપયોગ કર્યો હતો, જેના દ્રારા કચ્છના આ નિશ્ચિત વિસ્તારોમાં ભૂતકાળમાં આવેલા ભૂકંપના રહી ગયેલા નિશાન ધરતીના પેટાળામાંથી શોધીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના આધારે નિશ્ચિત થયેલી જગ્યાએથી જમીના અંદરના સ્તરને સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેનો રડિયોકાર્બન અભ્યાસ પણ કરવામાં આવ્યો

Exit mobile version