Site icon hindi.revoi.in

જાપાન યૂનિવર્સિટીનો રિપોર્ટ – શરીરની ચામડી પર કોરોના વાયરસ કલાકો સુધી સક્રિય રહે છે

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાને લઈનો અનેક રિસર્ચ થઈ રહ્યા છે, ત્યારે હવે કોરોના વાયરસ બાબતે જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકો એ એક રિસર્ચ કર્યું છે,  આ રિસર્ચ પ્રમાણે, કોરોના વાયરસ ચામડી પર અંદાજે નવ કલાક સુધી જીવીત રહી શકે છે.

આ યૂનિવર્સિટીએ આ બાબતે તારણ આપતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ બીજા અનેક વાયરસોથી વધુ અસરકારક છે, કોરોના વાયરસ 9 કલાક જેટલો સમય શરીરની ચામડી પર જીવંત  રહી શકે છે.

કોરોના વાયરસથી બચવા માટે માટે સતત 20 સેકેન્ડથી હાથ ધોવા જોઈએ.કોરોના વાયરસ આપણી ચામડી પર વધુમાં વધુ નવ કલાક સુધી સક્રિય રહે છે. સંક્રિમતના સંપર્કમાં આવ્યા બાદ 9 કલાક પછી પણ ચામડી પર રહેલો વાયરસ બીજાને સંક્રમિત કરી શકે છે.

જાપાન યૂનિવર્સિટીના સંશોધન બાદ તેઓ એ તારણ કાઢ્યા કે, આ વાયરસ બીજા બધા જ અત્યારના વાયરસ કરતાં વધારે સમય જીવતો રહે છે. સંશોધકોએ કહ્યું હતું કે એન્ફ્યુએન્ઝા-એ વાયરસ ચામડી પર બે કલાક જીવતો રહે છે. તેની સરખામણીમાં નોવેલ કોરોના વાયરસ ચાર ગણો વધુ સમય શરીરની ચામડી પર સક્રિય રહે છે.

કોરોના વાયરસા ચામડી પર સક્રીય હોવાના બાબતે ક્યોટો યુનિવર્સિટીના વિજ્ઞાનિકોનો આ અહેવાલ ક્લિનિકલ ઈન્ફેક્સસ ડિસીસ જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યો છે.વિજ્ઞાનિકોએ એવું પણ તારણ દર્શાવ્યું હતું કે,વાયરસ સાબુથી કે વોશિંગ લિક્વિડથી ૧૫ સેકન્ડમાં નાશ પામતો હતો. એટલે વિજ્ઞાનિકોએ ફરી વખત ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવાની સલાહ પણ આપી છે.

સાહીન-

Exit mobile version