Site icon hindi.revoi.in

કોરોના વેક્સિનના વિકાસ માટે દરિયાઈ શાર્કનો વધ્યો શિકાર – નિષ્ણાંતોએ શાર્ક લૂપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી

Social Share

લંડન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે કોરોનાની વેક્સિન બનાવવા માટે દરિયાઈ શઆર્ક માછલીનો શિકાર કરવાના પ્રમાણમાં ખુબ જ વધારો થયેલો જોવા મળી રહ્યો છે,કેટલાક વાઈલ્ડલાઈફ નિષ્ણાંતો દ્રારા આ બાબતે ચેતવણી આપવામાં આવી છે કે, જો હવે શાર્કનો શિકાર થતા અટકાવવામાં ન આવે તો વિશ્વમાં અંદાજે 1.50 લાખથી પણ વધુ શાર્કનો શિકાર થઈ શકે છે.

જો કે શાર્કનો શિકાર કરવા પાછળ એક મહત્વનું કારણ રહ્યું છે, શાર્ક માછલીના લિવરમાં બનનારા એક પ્રાકૃતિક તેલ સ્કૈલીનને મેળવી શકાય, કારણે કે શાર્કમાં મળી આવનાર આ ખાસ તેલનો ઉપયોગ તાવ માટે બનાવવામાં આવતી વેક્સિનની અસરકારકતા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે,કેટલીક દવાઓની કંપનીઓ દ્વારા આ માછલીના લીવરમાં મળી આવતા તેલનો ઉપયોગ વેક્સિન બનાવવામાં કરી રહી છે.

જો કે હાલ આ સમગ્ર બાબતે આ વાત નથી જાણી શકાય કે, આ માછલીના લીવરમાંથી મળી આવતા તેલમાંથી બનનારી વેક્સિન કેટલા પ્રમાણમાં અસરકારક સાબિત થઈ છે, આ બાબતે શાર્ક સંરક્ષણ માટે કાર્યરત સમૂહ શાર્ક એલાઈઝનું આ અંગે કહવું છે કે,  “જો વિશ્વમાં લોકોને કોરોનાથી બચાવવા માચે આ માછલીના તેલમાંથી બનાવવામાં આવેલી વેક્સિન આપવામાં આવશે તો વિશઅવભરમાં અઢી લાખથી વધુ શાર્કને મારવામાં આવી શકે છે”.

જો કે આ સમૂગ દ્રારા જારી કરવામાં આવેલા આકંડાઓને તે ખુબ જ ઓછા આંકી રહ્યા છે,તેમનું કહવું છે કે, “કોરોનાના દર્દીને સાજા કરવા માટે એ વેક્સિનના બે ડોઝ આપવા પડતા હોય છે, જો તે હિસાબથી આપણે જોવા જઈએ તો, વિશઅવભરમાં કોરોનાના દર્દીઓને બચાવવા માટે ઓછામાં ઓછી 5 લાખ શાર્ક માછલીઓનો શિકાર કરવો પડશે જેના થકી આપણું દરિયાઈ પર્યાવરણ જોખમમાં મૂકાઈ શકે છે”.

શાર્ક એલાઈઝે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ જાનવરને નષ્ટ કરીને કંઈક પણ ઇત્પન્ન કરવું વધુ ટકાવ ન બની શકે, અને શાર્ક તો દરિયાનો ચરમ શિકારી જીવ છે, જે પ્રજનન પણ મોટી સંખ્યામાં કરી શકે છે,તે ઉપરાંત કોરોના મહામારી ક્યા સુધી ચાલશે તે પણ કોઈ ચોક્કસ નક્કી નથી પણ જો આજ રીતે દરિયાઈ શઆર્કનો શિકાર ચાલુ રહેશે તો હવે તે દિવસ પણ દુર નથી કે દરિયામાંથી શાર્કની જાતિ લૂપ્ત થતા જોઈ શકીશું.

સાહીન-

 

 

 

Exit mobile version