Site icon hindi.revoi.in

મોંઘા પરંતુ ખુબ જ પોષ્ટિક અને હેલ્ધી છે આ અવનવા નામોના ‘શાકભાજી’ – સામાન્ય માર્કેટમાં મળવા પણ મુશ્કેલ છે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સામાન્ય રીતે શાકભાજીમાં ભરપુર પ્રોટિન, વિટામિન અને પોષક તત્વો રહેલા હોય છે, જો કે એવા કેટલાક લીલા શાક છે કે, જે સામાન્ય માર્કેટમાં સરળતા મળતા નથી અને મળી જાય છે તો તેનો ભાવ તો વધુ જ હોય છે, જેમાં આ 9 પ્રકારના શાકભાજીનો સમાવેશ થાય છે, આ શાકભાજીઓ તમને નોનવેઝ કરતા પણ વધુ પોષક તત્વો આપશે, ને તમારા આહારમાં તો તમે નોનવેજને છોડીને આ શાકભાજી ચોક્કસ ટ્રાય કરો. તો ચાલો જાણીે આ 9 પ્રકારના હેલ્ધી, પોષ્ટિક અને મોંઘા શાકભાજી વિશે.

1  ચેરી ટામેટા :- સામાન્ય રીતે આ ટામેટા નાના-નાના ચેરી આકારના હોય છે, દરેક ડીશ બનાવા માટે તેનો ઉપયોગ થાય છે, જો કે, તેનો ભાવ 150 થી 160 રુપિયે પ્રતિ કિલો હોય છે, તે સામાન્ય ટામેટા કરતા વધારે  ગુણકારી હોય છે પરંતુ આ તમે સુપર માર્કેટમાંથી ખરીદી શકો છે નાના માર્કેટમાં આ તમને જોવા નહી મળે..

2 ઝ્યૂકિની :-આ એક ખુબ જ પોષ્ટિક શાકભાજી છે, જે કાકડી જેવો આકાર ધરાવે છે અને સલાડ તરીકે પણ ખાય શકાય છે, ઝ્યુકિનીમાં નહીવત કેલરી હોય છે,  તેનો ઉપયોગ ફાસ્ટ ફૂડ બનાવા તેમજ સલાડમાં થાય છે ,  કિમંત 80 થી 100 રપુપિયે પ્રિત કિલો હોય છે.

3  બેબી કોર્ન:- બેબી કોર્ન એટલે કે નાની મકાઈ, જો કે સામાન્ય મકાઈ થી તદ્દન અલગ હોય છે,  ઈટાલિયન અને ચાઈનિઝ ડિશ બનાનામાં તે વપરાય છે, તેની માંગ આપણા દેશમાં પણ ઘણી છે , જે કેલેરી લેસ હોવાથી લોકો ડાયટ તરીકે ખાવાનું પસંદ કરે છે, જો કે તેનો પાક ભારતમાં ઓછો છે,જેના કારણે તેનો ભાવ ઊંચો છે,  80 થી 100 રુપિયે પ્રતિ કિલો મળી આવે છે.

સેલરી:- આ એક લીલા રંગની શાકભાજી છે, જે સલાડમાં વપરાય છે,  દેશમાં મોટી કિમંતે વેચાઈ છે, સેલરીને તમે કુક કર્યા વિના પણ ખાય શકો છો, મોટા ભાગે તેનો પાક દેશમાં જ  થાય છે પરંતુ 3 થી 4 ટકાનો ભાગ તેનો વિદેશમાં મોકલવામાં આવે છે ,વિદેશમાં તેની માંગ મોટા પ્રમાણમાં છે. તેની કિમંત ભારતમાં 120 રપિયાથી લઈને 130 રુપિયા પ્રતિ કિલો છે.

લેટસ:- લેટસનો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડમાં ઉપયોગ કરવામાં આવે છે, બર્ગરમાં ખાસ જોવા મળે છે,સલાડ તરીકે પણ ખોરાકમાં લઈ શકાય છે, ઠંડીની સિઝનમાં વધુ જોવા મળે છે, દક્ષિણ ભારતમાં તેનો પાક વધુ જોવા મળે છે તેની કિંમત 1 કિલો દિઠ 100 થી 120 રુપિયા હોય છે.

6  લિક:- લિક ડુંગળીની એક પ્રજાતિ છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન અને ખનિજ તત્વો રહોલા છે, મોટાભાગના લોકો તેને સલાડમાં ખાય છે. અથવા તેને કેટલીક શાકભાજીમાં પણ બનાવામાં આવે છે, ભારતમાં તેની કિંમત આશરે 55 રૂપિયા કિલો છે.

7  એસપૈરેગસ:- ભારતમાં વેચાતા સૌથી મોંઘા શાકભાજીમાંની એક છે આ એસપૈરેગસ. તેનું ઉત્પાદન ભારતમાં થાય છે પરંતુ તેનો ઉપયોગ વ્યવસાયિક સ્તરે ઓછો થાય છે. ભારતમાં તેની માંગને પહોંચી વળવા ઘણી વખત વિદેશથી પણ આયાત કરવામાં આવે છે. આ સામાન્ય શાકભાજી માર્કેટમાં જોવા મળશે નહીં. તેનો એક કિલોનો ભાવ 200 રૂપિયાથી 350 રૂપિયા સુધી જાય છે.

8 પાર્સલે :-આ દેખાવમાં લીલા ઘાણા જેવી દેખાઈ છે, તેનો ઉપયોગ લીલા અને સુકા બંને સ્વરૂપમાં થાય છે. ભારતીય બજારમાં તે સામાન્ય રીતે જોવા મળતી નથી. ભારતની રેસ્ટોરાં હંમેશાં વિદેશથી આયાત કરેલા પાર્સલનો જ ઉપયોગ કરાય છે. ભારતમાં તેની કિંમત 140 રૂપિયા પ્રતિ કિલોથી શરૂ થાય છે .

9 બોક ચોય :-બોક ચોય પણ ભારતમાં ખૂબ મોંઘું મળે છે. કારણ કે તેની માંગ ઓછી છે. સુપરમાર્કેટ્સમાં પણ તે સરળતાથી જોવા મળતું નથી. આ માટે પહેલાથી ઓર્ડર આપવો પડે છે,જો કે હવે તે ભારતમાં દિવસેને દિવસે પ્રખ્યાતથઈ રહી છે. તે ખૂબ જ પૌષ્ટિક છે. ભારતમા પ્રતિ કિલો 90 રૂપિયાથી શરૂ થાય છે. અને વધુ કિંમત તેની ગુણવત્તા પર આધારિત છે.

સાહીન-

Exit mobile version