Site icon Revoi.in

કોરોનામાં પણ લોકોને બહારના ખાવાનો ચટકો-લારીઓ પર જામે છે ભીડ-રેસ્ટોરન્ટમાં પાર્સલ માટે લાગે છે લાઈન

Social Share

સાહીન મુલતાની-

સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે,તો બીજી તરફ લોકો બહારનું ફૂડ ખાવામાં મસ્ત બન્યા છે,બહારનું ખાવાનો શોખ ધરાવતા લોકો હવે કોરોનાથી ડરતા જાણે બંધ થયા છે,નાની નાની લારીઓ પર સ્ટ્રીટ ફૂડમાં લોકોનો ભારે જમાવડો થતો હોઈ છે.તો બીજી તરફ રાતે 8 વાગ્યા સુધી હોટલોમાં પણ લોકો પાર્સલ લેવા આવતા હોય છે,જો કે એ વાત અલગ છે કે લોકો માસ્ક પહેરે છે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે છે પણ બહારનો ચટકો તો નથી જ છોડતા.

દેશમાં જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે લોકો ઘરે અવનવી વાનગીઓ બનાવતા થયા હતા પરંતુ જેવું સરકારે અનલોક 1 કરીને ખુલ્લુ મૂક્યું ત્યારથી ખાણી-પીણીની લારીઓ પણ શરુ થઈ નાની મોટી રેસ્ટોરન્ટ પણ શરુ થઈ અને ખાવાના શોખીનોનો શોખ પણ ફરી જાગૃત થયો.હાલ દરેક શહેરોમાં ખાસ કરીને અમદાવાદમાં નાની-મોટી ગાઠીયા,ભજીયા કે મેગી કે ફાસ્ટફૂડની અનેક લારીઓ પણ લોકો કોરોનાને દગો આપીને જાણે બહારનો ખોરાક હોંશે-હોંશે વાગોળતા હોય છે.તો બીજી તરફ  ડાદરા અને સુરત જેવા શહેરોમાં પણ ખાણી પીણી પર લોકો એકઠા થતા જોવા મળી રહ્યા છે છેવટે ગુજરાતી તો રહ્યા ખાવાના શઓખીન તો ક્યાથી પોતાનો શોખ ભુલે.

ગુજરાત બહારની જો વાત કરવામાં આવે તો દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે કોરોનાના કેસો ઓછા થતા જોવા મળી રહ્યા છે,ત્યારે હવે લોકો બહારના ખાવા તરફ વળ્યા છે,કોરોનાને છેતરી રહ્યા છે લોકો જાણે એમ લાગી રહ્યું છે,દિલ્હીની લારીઓ પર લોકો હવે ખોરાક વાગોળતા થયા છે, કોરોનાના સંક્રમણના ડરથી બહારનું ખાવાનું ટાળી રહ્યા હતા તેઓ હવે ફરી ધીરે-ધીરે ચટાકેદાર ભોજનની લિજ્જત તરફ પાછા વળવા લાગ્યા છે.

દિલ્હીમાં સ્ટ્રીટ ફુડથી લઈને ચાટથી લઈને મીઠાઈઓ સુધીની દરેક બધી જ જાતના પકવાનોનો સ્વાદ લોકોને ફરી લલચાવવા લાગ્યો છે.4 મહિનાના લાંબા સમય બાદ અને લોકડાઉન બાદ દિલ્હીની લિજ્જત સામે લોકોની સબર ભાંગી પડી છે.અને બહારના ખોરાક ખાવા જાણે ઘેલા બન્યા છે.હવે તો જાણે કોરોના છે જ નહી તેવું લાગી રહ્યું છે,કોરોનાના કારણે પહેલા લોકો ડરતા હતો હવે ડર જોવા મળતો નથી,