Site icon hindi.revoi.in

વર્ષ 2021માં જો વેક્સિન ઉપલબ્ધ થશે તો પણ 61 ટકા લોકો તેનો ડોઝ લેવામાં ઉતાવળ નહી કરે – સર્વે

Social Share

કોરોના મહામારીને લઈને અનેક સંશોધનો થી રહ્યા છે,અનેક સંસ્થાઓ થકી અનેક બાબતોનું સર્વે કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં દેશના કેટલાક લોકોને પશ્ન પૂછવામાં આવ્યો હતા આ તમામ પર્શ્નો કોરોના વેક્સિનની ઉપલબ્ધીને લઈને હતા.

22 ઓક્ટોબરના રોજ જારી કરવામાં આવેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, અંદાજે 61 ટકા ભારતવાસીઓ એ  જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 વેસ્કિનને લઈને સાવચેત છે અને 2021 માં ઉપલબ્ધ કરવામાં આવે તો પણ તેને લેવાની ઉતાવળ નહી જ કરે,

વિતેલા મહિનામાં કેન્દ્ર સ્વાલસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન વર્ષ 2021ની શરુઆતમાં ભારપતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે,

લોકલ્સ સર્કલ્સ નામની એક સંસ્થા દ્રારા કરવામાં આવેલા ક સર્વે પ્રમાણે ,એક ચોંકાવનારો ખુલાસો થયો છે, આ સર્વેમાં સંસ્થા દ્વારા ભારતના લોકોનો વેક્સિન બાબતે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો, જેમાં મુદ્દો હતો કે જો, વર્ષ 2021 સુધી કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે તો તે અંગે લોકો કેવો અનુભવ કરશે,  આ સંસ્થા દ્વારા કોરોના બાબતે લોકોની સ્થિતિ અંગેના વિચારો જાણવાના પ્રયત્નો કર્યા હતા. અને તેઓ ક્યા સુધીઆ મહામારીને સહન કરશે. આ સર્વેક્ષણમાં ભારતના 225 જિલ્લાઓમાંથી 25,000 થી વધુ પ્રતિસાદ મળ્યો છે.

કોરોના મહામારીના કારણે એક સુરક્ષિત અને સલામતી અને અસરકારક વેક્સિન વિકસાવવી વૈજ્ઞાનિકો માટે ખૂબ મુશ્કેલ અને પડકાર રુપ છે. પરંતુ જ્યારે વેક્સિન માર્ચ – એપ્રિલ 2021 માં ઉપલબ્ધ થાય છે, ત્યારે લોકોએ તેના પર ચોક્કસ સ્તરનો વિશ્વાસ રાખવો મહત્વપૂર્ણ છે. સ્થાનિક વર્તુળો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના નાગરિકો કોવિડ -19 વેક્સિન અંગે ઉલઝનમાં છે જે વર્ષ 2021 ની શરૂઆતમાં ઉપલબ્ધ થઈ શકે છે.

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે “જો કોવિડ -19 વેક્સિન આવતા વર્ષના પ્રારંભમાં ઉપલબ્ધ થઈ ગઈ, તો શું તમે તેનો ડોઝ લેવા માંગો છો જેથી તમે કોરોના મહામારી પહેલાના સામાન્ય જીવનશૈલીમાં પાછા આવી શકો?” આ સવાલના જવાબ આપનારા 8 હજાર 3૧૨ લોકોમાંથી 6૧ ટકા લોકોએ કહ્યું કે, તેઓ મૂંઆ બાબતે ઝવણમાં છે અને જો વેક્સિન ૨૦૨૧ માં આવી પણ જશે છત્તા તેઓ તેનો ડોઝ લેવામાં ઉતાવળ નહી કરે

ફક્ત 12 ટકા લોકોએ કહ્યું કે તેઓ વેક્સિનનો ડોઝ લેશે અને કોરોના વાયરસ પહેલાના સામાન્ય જીવનમાં પાછા ફરશે. 25 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ વેક્સિનનો ડોઝ લેશે પરંતુ કોવિડ પહેલાના સામાન્ય જીવનશૈલીમાં પાછા નહીં ફરે અને 10 ટકા લોકોએ કહ્યું કે વેક્સિનનો ડોઝ 2021 માં નહીં લે.

સાહીન-

Exit mobile version