આઈએએનએસ સાથેની ખાસ વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રકૃતિ પ્રત્યે તેમનો પ્રેમ, ખખડી ગયેલી કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના પૂર્વ શુભેચ્છકો અને આર્થિક સહાયકો પર પ્રતિબંધ મુકવાની વ્યૂહરચના વિશે વાત કરી હતી,તેમણે કહ્આયું કે “એક એવી વસ્તુ છે, જેના માટે વડાપ્રધાનને શ્રેય નથી મળતો, જ્યારે આ કદાચ વિદેશ નીતિની એકમાત્ર સિદ્ધિ છે. આ સમયગાળા દરમિયાન, વડા પ્રધાને સત્તામાં તેમની બીજી ઇનિંગ્સ વિશે પણ વાત કરી, જેમાં તે પહેલા કરતા વધુ મજબૂત આધાર સાથે પાછા ફર્યા છે જે આપણે તમામ જોઈજ શકીયે છે”.
તમે ‘મેન વર્સિસ વાઇલ્ડ’ માં જોવા મળ્યા , એક રાજનેતા તરીકે આ ખુબજ અપરંપરાગત શો માં તમારું આવવાનું શું કારણ છે?
આઈએએનએસ તરફથી સવાલ પૂછતા મોદીજીએ જણાવ્યું હતુ કે “ કેટલીક વાર પરંપરાગત મુદ્દાને ઉજાગર કરવા માટે કઈક અપરંપરાગત પણ કરવું સારી વાત સાબિત થાય છે,મને લાગે છે કે કોઈ પણ સારા ઉદ્દેશ્ય માટે વાત કરવા અને કામ કરવા માટે દરેક સમય સારો જ હોય છે, દરેક સમુદાય,દરેક રાજ્ય,દરેક દેશ,દરેક ક્ષેત્રના માટે કોઈને કોઈ ખાસ મુદ્દો હોય જ છે,પરંતુ મારુ માનવું છે કે પર્યાવરણ જાણવળીનો મુદ્દો સૌથી ઉપર છે. તે વર્તમાનમાં દરેક વ્યક્તિ,વનસ્પતિ અને પશુને અસર કરે છે, આ સમય માનવીની પરિક્ષાનો સમય છે આપણે કેટલા જલ્દી અને પ્રભાવિત રીતે પોતાના સ્વાર્થને ભૂલીને પુરી દૂનિયાના માટે વિચાર કરીયે તે મહત્વનું છે ”
ભારતમાં પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાની અનાદીકાળની મહાન પરંપરા રહી છે. દેશભરમાં, રાજ્યોમાં અને વિવિધ સંસ્કૃતિઓમાં પ્રકૃતિના વિવિધ પાસાઓને પવિત્ર માનવામાં આવે છે. આ પરંપરા આપોઆપ પર્યાવરણના જતન કરવામાં મદદ કરે છે. એક રીતે આ આપણા દેશમાં એક કુદરતી સંરક્ષણ પ્રણાલી છે તેમ કહી શકાય, આપણો ઉછેર જ એવી રીતે થઈ રહ્યો છે કે આપણાને આપણી પ્રકૃતિની સાથે સુમેળ કરવાનું શીખવવામાં આવે જ છે ,માત્ર આપણે તે આદેશોને યાદ રાખવાની જરુર છે.
મને લાગે છે કે આપણે આ વાતમાં સફળ થયા છે, હાલમાં જ રજુ કરેલા આંકડા દર્શાવે છે કે વાધની સંખ્યામાં પહેલાના પ્રમાણ કરતા વધોરો નોંધાયો છે. આ કાર્યક્રમ વિશ્વના ભારતના સુંદર અને સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને પ્રદર્શિત કરવા માટેનું એક માધ્યમ છે. ભારતમાં પ્રકૃતિપ્રેમીઓ માટે અસંખ્ય સ્થળો છે, ઘણી એવી જગ્યાઓ છે જે વિવિધ પ્રકારના વનસ્પતિ, વિવિધ પ્રકારના વન્યપ્રાણી પુષ્કળ પ્રમાણમાં છે.
છેલ્લા 5 વર્ષમાં દેશમાં વનારા પર્યાટકોના પ્રમાણમાં 50 ટકા વધોરો થયેલો જોઈ શકાય છે, મને વિશ્વાસ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સલામતીને મજબૂત બનાવવા માટે આવેલી વિવિધ યોજનાઓ સાથે, અમે અવિશ્વસનીય ભારતની સુંદરતાનો અનુભવ કરવા માટે સમગ્ર વિશ્વના વધુ થી વધુ પ્રવાસીઓને ભારતમાં આવતા જોઈ શકીશું.
કોંગ્રેસ પક્ષના ઘટના ક્રમને તમે કેવી રીતે જોવો છો ? જ્યા રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે તે નથી ઈચ્છતા કે કોઈ ગાંઘી અધ્યક્ષ પદ પર આવે, અને સોનિયા ગાંધી અધ્યક્ષ પદ પર આવ્યા
કોંગ્રેસમા જે થયુ તે તેમના પરિવારનો મામલો છે, હું આમા કોઈ પ્રકારની ટીપ્પણી કરવા નથી માંગતો
2014 માં, એવું માનવામાં આવતું હતું કે તમે ખાડી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરી શકશો નહીં, પરંતુ અમે જોયું છે કે વર્ષ 2014 થી, ખાડી દેશો સાથે ભારતના સંબંધો સુધર્યા છે. અત્યારે એ કહેવું ખોટું નથી કે છેલ્લા સાત દાયકામાં ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો સારા રહ્યા છે. તમે તેની વ્યાખ્યા કઈ રીતે કરો છો ?
મને લાગે છે કે આના બે પાસાં છે. પહેલું એ કે અમુક વર્ગનું માનવું હતું કે મારી સરકાર અને વ્યક્તિગત રીતે હું માત્ર ગલ્ફ ક્ષેત્રમાં જ નહીં, પણ વ્યાપક સંદર્ભમાં પણ વિદેશ નીતિના મામલે નિષ્ફળ રહીશ. જ્યારે હકીકત એ છે કે વિદેશ નીતિમાં મારી સરકારનું સફળ ટ્રેક રેકોર્ડ તમારા સામે જ છે. તેના બદલે, 2014 માં વડા પ્રધાન પદ સંભાળ્યા પછી મારી સરકારે પ્રથમ વિદેશ પ્રધાનની સત્તાવાર મુલાકાતને આવકારી હતી, . તેથી લોકોએ મારા વિશે શું વિચાર્યું અને વાસ્તવિકતામાં શું બન્યું તે વિશે વિચારવું જોઈએ. તેના બદલે હું બીજા પાસા પર ધ્યાન કેન્દ્રિત
કરવા માંગુ છું, જે છે ભારત માટે ખાડી દેશોવું મહત્વ .
આ ક્ષેત્રનું ભારત સાથે સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ છે. અહીં 90 લાખ ભારતીયો વસવાટ કરે છે, તેમના દ્રારા મોકલેલુ ધન આપણા અર્થતંત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપે છે અને તેઓએ પણ આ ક્ષેત્રની સમૃદ્ધિમાં મોટો ફાળો આપ્યો છે. મેં જોયું છે કે ગલ્ફ દેશોના નેતાઓ ભારતીય પ્રવાસીઓની હાજરીને ખૂબ મહત્વ આપે છે અને ખાસ તરીકે તેમની સંભાળ રાખે છે.
આ શ્રેત્ર આપણી ઉર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભાગીદાર છે. હવે તેમની સાથે અમારો સંબંધ ખરીદ દાર અને વેચનાર કરતા પણ વિશેષ છે. યુએઈએ અમારા વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત કાર્યક્રમમાં ભાગ લીધો છે અને યુએઈ અને સાઉદી અરેબિયા બંને ભારતમાં વિશ્વના સૌથી મોટા રિફાઇનરી પ્રોજેક્ટમાં રોકાણ કરવાના છે. ભારતીય કંપનીઓએ પ્રથમ વખત આ ક્ષેત્રમાં ઑફશોર ઓઇલ ક્ષેત્રોમાં અધિકાર હાસિલ છે.
મેં આ ક્ષેત્રના તમામ દેશો સાથેના આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિદેશ નીતિ પર ધ્યાન આપવાના વિશેષ પ્રયાસો કર્યા છે. સત્તાવાર સ્તરેથી રાજકીય સ્તરે આ ક્ષેત્રમાં આપણી પહોંચ મેળ ખાતી નથી. મેં જાતે આ ક્ષેત્રની ઘણી વાર મુલાકાત લીધી છે
2019 ની ચૂંટણી દરમિયાન ઘણા લોકોએ આગાહી કરી હતી કે તમને બહુમતી મળશે નહીં. ઘણા લોકોએ કહ્યું કે 2014 નું પરિણામ અપેક્ષા અને અણધાર્યું હતું. જ્યારે તમે ઝુંબેશ ચલાવતા હતા ત્યારે તમારું મન શું કહેતુ અને તમે જીત વિશે કેટલો વિશ્વાસ ધરાવો છો?
કેટલાક લોકો એવા છે કે જેઓ, પક્ષપાત વિચારધારા અથવા કોઈપણ પ્રકારની પ્રતિબદ્ધતાઓને લીધે પસંદ નથી કરતા તેઓ અમારી હાર વિશે દલીલો કરે છે. એક સમય એવો આવે છે જ્યારે સત્યને જમીન પર જોવામાં આવે છે, પરંતુ આ લોકો તે સત્યને પાછળ રાખવાનું પસંદ કરે છે. તેઓ લોકોના મનમાં મૂંઝવણ ઉભી કરવા જૂઠા અને નકલી આંકડાઓનો ઉપયોગ કરે છે.
આ તે જ લોકો છે જેઓ એવી અફવાઓ ઉડાવે છે કે ભાજપને બહુમતી નહીં મળે, ભાજપ સરકાર બનાવશે, પરંતુ તેને નવા નેતાની જરૂર છે,આ લોકો તેમને બદનામ પણ કરે છે, જે તેમની વાતને ટેકો આપતા નથી. આવા લોકોને વારંવાર ખુલ્લા પાડવામાં આવ્યા છે, પરંતુ તેમની વર્તણૂકમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. તેઓ જોવા હતા તેવાના તેવાજ રહ્યા છે. હું જ્યાં ગયો ત્યાં ભાજપ અને એનડીએ માટે ઘણો ટેકો જોયો. લોકોએ નિર્ણય લીધો હતો કે 21 મી સદીમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને રાજવંશ રાજકારણ સ્વીકાર કરવામાં નહી આવે. આપણે વિકાસ અને પ્રદર્શનના રાજકારણના યુગમાં જીવીએ છીએ, રેટરિક અને પ્રતીકવાદના જૂના યુગમાં નહીં.
હું તમને તેનું એક ઉદાહરણ આપુ છું કે કોંગ્રેસ પાર્ટીએ ન્યાય યોજના વિશે વાત કરી અને આ વાત સૌથી મોટું વચન હતું, જેમણે 72,000 રૂપિયા પવાનું વચન આપ્યું હતું,જેઓ માત્ર 72 બેઠકો પણ જીતી શક્યા નથી. તેમણે કદાચ ઇમાનદારી અને વચન પુરી કરવાની ક્ષમતા જોઇ ન હતી.