પાકિસ્તાનીઓનો લંડનમાં પણ ઉત્પાત
- ભારતીય દૂતાવાસની બહાર હિંસક દેખાવો
- ભારતીય દૂતાવાસ પર ઈંડા-પથ્થરો ફેંકાયા
નવી દિલ્હી: લંડનમાં ભારતીય દૂતાવાસની બહાર હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. હાઈકમિશન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને તેના કારણે ઈમારતના કાચ તૂટી ગયા છે. આ હિંસક પ્રદર્શનની જાણકારી લંડનમાં સ્થિત હાઈકમિશને આપી છે. તો લંડનના મેયર સાદિક ખાને આ હુમલાને વખોડતા મેટ્રોપોલિટન પોલીસને કડક કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે.
પાકિસ્તાન દ્વારા પ્રાયોજીત લોકોએ ભીડની વચ્ચે અચાનક હાઈકમિશનની ઈમારત પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જણાવવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર લંડનમાં રહેતા પાકિસ્તાનીઓને વિરોધ પ્રદર્શન અને હિંસા માટે ઉશ્કેરી રહી છે.
બુધવારે આખા ઈંગ્લેન્ડમાંથી લગભગ 10 હજાર બ્રિટિશ પાકિસ્તાનીઓનું ઝુંડ લંડન પહોંચ્યું હતું. બાદમાં તે ભારતીય હાઈકમિશનની બિલ્ડિંગ તરફ આગળ વધ્યું અને પછી હુમલો કર્યો હતો. લંડનની ગલીઓમાં આ દેખાવકારોના ઉત્પાતને કારણે નાસભાગ મચી હતી. ભારતીય મૂળના બ્રિટિશ નાગરીકોએ ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ પણ વળતું પ્રદર્શન કર્યું નથી.
દેખાવકારોમાં મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાની અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મૂળના બ્રિટિશ નાગરીકો હતો. તેમનું કહેવું હતું કે તેઓ કાશ્મીરમાં લૉકડાઉન વિરુદ્ધ દેખાવ કરવા માટે એકઠા થયા છે. આર્ટિકલ-370ના અસરહીન થયા બાદથી ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.