બોરિસ જોનસન બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા જેરેમી હંટને હરાવ્યા છે. આ જીત બાદ હવે તેઓ બ્રિટનના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
માનવામાં આવે છે કે બોરિસ જોનસન બુધવારે વડાપ્રધાન પદ સંભાળે તેવી શક્યતા છે. હાલના વડાંપ્રધાન થેરેસા મે રાજીનામું આપી રહ્યા છે.
બોરિસ જોનસન લંડનના ભૂતપૂર્વ મેયર છે અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા માટે તેમને 66 ટકાથી વધારે વોટ મળ્યા છે.