Site icon hindi.revoi.in

કોરોના સામે લડત આપવા ઈક્વાઈન બાયોટિકની પહેલ- સ્વેદશી RT-PCR કિટ બનાવી

Social Share

કોરોના સામે રક્ષણ આપવા માટે ઈક્વાઈન બાયોટેક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, આ  પહેલ હેઠળ કંપનીએ સ્ટાર્ટઅપમાં સ્વદેશી આરટી-પીસીઆર ડાયગ્નોસ્ટિક કિટ્સ વિકસિત કરી છે. આ કીટના માધ્યન થકી હવે કોરોનાની સારવાર આર્થિક રીતે ખૂબ જ સસ્તી બનશે. આ કીટને ગ્લોબલટીએમ ડાયગ્નોસ્ટિક નામ આપવામાં આવ્યું છે.

ઇક્વાઈન બાયોટેકને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ઈનક્યૂબેટ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ  ભારતીય વિજ્ઞાન સંસ્થાન પ્રમાણે ઇક્વાઈન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કીટને આઇસીએમઆર દ્વારા અધિકૃત કોવિડ -19 ડાયગ્નોસ્ટિક લેબમાં ઉપયોગ કરવા માટેની મંજૂરી પણ  આપવામાં આવી ચૂકી છે. આ કિટના માધ્યમથી દર્દીના નમૂનાઓમાં SARS-CoV-2 ની હાજરીની પુષ્ટિ કરવા માટે લગભગ દોઢ કલાક જેટલો  સમય લાગે છે.

સાહીન-

 

Exit mobile version