- 93માં ઓસ્કર એવોર્ડમાં મલિયાલમ ફિલ્મ ‘જલીકટ્ટૂ’ની એન્ટ્રી બાદ વધુ એક ભારતીય ફિલ્મની એન્ટ્રી
- ઓસ્કરની લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ‘શેમલેસ’ને દાવેદાર બનાવાઇ
- આ શોર્ટ ફિલ્મ કીથ ગોમ્સ દ્વારા લેખિત છે અને માત્ર 15 મિનિટની છે
નવી દિલ્હી: ભારતીય સિનેમા ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા 93માં ઓસ્કર એવોર્ડ માટે ફોરેન લેન્ગ્વેજ શ્રેણીમાં ભારત તરફથી મલિયાલમ ફિલ્મ ‘જલીકટ્ટૂ’(Jallikattu)ની એન્ટ્રી થઇ હતી અને હવે લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ‘શેમલેસ’ (Shameless)ને પણ દાવેદાર બનાવવામાં આવી છે. અર્થાત્ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં શેમલેસ ભારતની દાવેદારી રજૂ કરશે.
#Shameless is India’s entry for Oscar in live-action short film category.
@keithohm @hussainthelal @sayanigupta #RishabKapoor @resulphttps://t.co/bF7QCok3Bg
— CinemaRare (@CinemaRareIN) November 29, 2020
આ ફિલ્મને કીથ ગોમ્સે લખી છે અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સયાની ગુપ્તા, ઋષભ કપૂર અને હુસૈન દલાલ જેવા સ્ટાર્સે આ શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. આ શોર્ટ ફિલ્મની લેન્થ 15 મિનિટની છે. આ ફિલ્મ એક થ્રિલર કોમેડી છે. તે પિઝા ડિલિવરી કરનારી એક યુવતી અને ઘરેથી કામ કરતા પ્રોફેશનલના જીવન પર આધારિત છે. ટેક્નોલોજીએ લોકોમાં કેવી રીતે ખોટા ફેરફાર આણ્યા છે તેના પર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ફિલ્મના ડાયરેક્ટર કીથ હોમ્સે અગાઉ કિક, હે બેબી, ટેક્સી નં 9211, નોકઆઉટ, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે ઓસ્કર એવોર્ડ 25 એપ્રિલ, 2021ના રોજ આયોજીત થશે. કોરોનાની મહામારીને કારણે કાર્યક્રમને 2 મહિના પાછળ ખસેડાયો છે.
(સંકેત)