Site icon hindi.revoi.in

મોદી સરકારની દિવાળી ગીફ્ટ – LTC કેશ વાઉચર યોજના અંતર્ગત કર્મચારીઓને મળી મોટી સુરક્ષા

Social Share

દિલ્હી- કેન્દ્ર સરકાર એ રાજ્યના કર્મચારીઓ, રાજ્યના સ્વામિત્વ વાળા એકમો અને ખાનગી ક્ષેત્રમા કર્મચારીને આપવામાં આવનારી  અવકાશ યાત્રા રિયાયત કેશ નાઉચર યોજના હેઠળ અક બીજી સુવિધા પ્રદાન કરી છે, સરકારે કહ્યું કે, આ યોજના હેઠળ હવે પત્ની અને પરિવારના અન્ય સભ્યોના નામથી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરી શકાશે, જો કે આ સભ્યો એલટીસી પામવાને લાયક હોવા જોઈએ.

આ બાબતે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કર્મચારીએ આ યોજનામાં જોડાવા માટે ઔપચારિક પસંદગી કરી ન હોય, તો પણ તે 12 ઓક્ટોબરના રોજ અથવા તે પછી 12 ટકા કરતા વધુ જીએસટી વાળા સામાન અથવા સેવાઓની ખરીદી પર ઘનરાશી મેળવવાનો દાવો કરી શકે છે

ખર્ચ ખાતાએ જણાવ્યું છે કે, ‘આ યોજના અંતર્ગત ખરીદેલી ચીજો અને સેવાઓનું ચલણ પત્ની અથવા પરિવારના અન્ય સભ્યોના નામે હોઇ શકે છે જે એલટીસી માટે લાયક છે.’ અર્થવ્યવસ્થામાં માંગને વેગ આપવા માટે સરકારે આ વર્ષે તેના કર્મચારીઓને હોલિડે ટ્રાવેલ કન્સેશનને બદલે કેશ વાઉચરની જાહેરાત કરી છે.

આ વાઉચર્સનો ઉપયોગ ફક્ત એવી બીન ખાદ્ય પદાર્થો અને સેવાઓ માટે કરી શકાશે કતે જેના પર જીએસટી લાગુ હોય,. કર્મચારીઓ તે વાઉચરનો ઉપયોગ એવા ઉત્પાદનોની ખરીદીમાં કરી શકે છે કે જેનો જીએસટી દર 12 ટકા અથવા તેથી વધુ હોય. દર ચાર વર્ષે, સરકાર તેના કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળ પર મુસાફરી કરવા માટે એલટીસી આપે છે. આ ઉપરાંત, તેમને તેમના ગૃહ રાજ્યની મુસાફરી માટે એલટીસી આપવામાં આવે છે.જો કે કોરોનાકાળને ધ્યાનમાં લઈને સરકારે  એલટીસીમાં આ વર્ષે કેશ વાઉચર આપવાની યોજના ધડી છે

આ યોજનાની ઘોષણા કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 12 ઓક્ટોબરે કહ્યું હતું કે કોરોના મહામારીને  કારણે આ વર્ષે કર્મચારીઓને મુસાફરી કરવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં સરકારે તેમને કેશ વાઉચર આપવાનો નિર્ણય લીધો છે. તે 31 માર્ચ 2021 સુધીમાં ખર્ચ કરવો પડશે.

સાહીન-

Exit mobile version