Site icon hindi.revoi.in

વીજચોરીનો મામલોઃદિલ્હી કોર્ટે 50 વૃક્ષ ઉછેરવાનો આદેશ આપ્યો

Social Share

દિલ્હી હાઈકોર્ટમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે જેમાં વીજળી ચોરી કરનારા એક વ્યક્તિને 50 વૃક્ષનું જતન કરાવાના આદેશ આપ્યા છે,આખી વાત જાણે એમ છે કે 2002-03માં મુકેશ નામના એક વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે વિજળીના થાંભલા પર તાર નાખીને વિજચોરી કરતો ઝડપાયો હતો ,જે બનાવ અંગે 2017માં તે વ્યક્તિને નીચલી અદાલતે આરોપી કરાર અપાયો હતો,ત્યારે આ મુકેશ મ નામના વ્યક્તિએ આ કોર્ટને પડકાર આપતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી,

ત્યારે આ વાતને લઈને દિલ્હી હાઈકોર્ટે આ મામલામાં સમજોતાના આદેશ આપ્યા હતા, અને સમજોતા મુબજ 18267 રુપિયાનો દંડ પણ ભર્યો હતો. ત્યાર બાદ દિલ્હી હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો કે ‘બંને પક્ષોનો સમજોતો થઈ ગયેલ છે તેથી કેસ આગળ વધારવાનો કોઈ ફાયદો પણ નથી,તેથી આ કેસ આગળ વધારવામાં આવશે નહીં. અને સપ્ટેમ્બર  2017ના આદેશ રદ કરવામાં આવ્યા છે અને આરોપીને આરોપમાંથી મુકિત કરવામાં આવ છે’

પરંતુ તે ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવાએ આદેશ આપ્યા કે, સમાજની સેવા હેઠળ અરજી કરાનારને આદેશ આપવામાં આવે છે કે તે એક મહિનાની અંદર 50 વૃક્ષોનો ઉછેર કરે,કોર્ટે આદેશ આપ્યો છે કે અરજીકર્તા મુકેશ માન બુદ્ધા જ્યંતી પાર્કમાં 50 વૃક્ષો વાવશે.

દિલ્હી સરકારે વનમંત્રાલય અધિકારી ડેપ્યૂટી કંજરવેટર ફોરેસ્ટને મુકેશ માન સંપર્ક કરશે,જે અરજીકરનારને બતાવશે કે આ કામ કઈ રીતે કરવાનું, કોર્ટ 20 વૃક્ષોના નામ પણ આપ્યા છે,જેનો  ઉછેર કરી શકાય,કોર્ટના કહ્યા મુજબ ગુલમોહર,જાબું,આંબો,સાગ,અંજીર,વગેરે વૃ7 વાવી શકાય આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કામ પુરુ થયા બાદ તેનો રિપોર્ટ કોર્ટમાં કરવાનો રહેશે.

Exit mobile version