Site icon hindi.revoi.in

ડિલિમિટેશનની પ્રક્રિયા પછી જ જમ્મુ-કાશ્મીરમાં થશે વિધાનસભા ચૂંટણી: રામ માધવ

Social Share

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે.

એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યાદ કરતા ભાજપના નેતાએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ આ નિર્ણય કર્યો નથી. એક નરેન્દ્ર મોદી છે, જેમણે અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી. જો તમારી પાસે મજબૂત નેતૃત્વની સાથે દ્રઢ સંકલ્પ અને તેને સંશોધિત કરવાની ઈચ્છાશક્તિ છે, તો માર્ગ આપોઆપ બની જાય છે.

રામ માધવે આગળ અનુચ્છેદ 370ને સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરવાની પ્રશંસા કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે એક વખત ક્ષેત્રનો વિકાસ કેન્દ્ર સરકારના નિરીક્ષણ હેઠળ શરૂ થશે, તો લોકો નકારાત્મકતાનો પ્રચાર કરશે નહીં. ભાજપ અને સરકાર માટે શું જરૂરી છે, આ સુનિશ્ચિત કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. તેનાથી વિકાસનો લાભ નવા કેન્દ્રશાસિત પ્રદેશોની જનતા સુધી પહોંચાડી શકાશે.

તેમણે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી સંદર્ભે કોઈપણ નિર્ણય ચૂંટણી પંચ જ લેશે. વિધેયક (જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન માટે)એ સ્પષ્ટપણે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા શરૂ કરવાની છે. મને લાગે છે કે એક વખત ડિલિમિટેશન પ્રક્રિયા પૂર્ણ થશે, તો ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

Exit mobile version