Site icon hindi.revoi.in

ચૂંટણી પંચે કોરોના માટેની એડવાઇઝરી રજૂ કરી – તમામ રાજકીય પક્ષોએ દિશા-નિર્દેશનું પાલન ફરજીયાત કરવું પડશે

Social Share

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ -19 ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કમિશને ભીડમાં અંકુશ જાળવી રાખવાને લઈને પક્ષકારો અને ઉમેદવારો દ્વારા ચાલી રહેલી નરમાઇ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં યોજાનારી ત્રણ તબક્કાની વિધાનસભાની ચૂંટણી આ મહિનાના અંતમાં શરૂ થવાની છે. ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હોવા છતાં, ચૂંટણી રેલીઓમાં કોવિડ -19 સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. આ સાથે જ સામાજિક અંતરનું પાલન પણ થતું જોવા નથી મળી રહ્યુ.

ચૂંટણી આયોગે આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખતા બિહારમાં એક વિશેષ ટીમ મોકલવાનો નિર્ણય પણ લીધો છે. આ ટીમ ચૂંટણી દરમિયાન આ નિયમોના કડક પાલન કરવા બાબતે નજર રાખશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે, વિશેષ પક્ષ ચૂંટણીમાં નોમિનેશનથી લઈને મતદાન સુધીની તમામ પરિસ્થિતિ પર નજર રાખશે.

ચૂંટણી આયોગ દ્વારા જારી કરવામાં આવેલા દિશા નિર્દેશો

સાહીન-

Exit mobile version