Site icon hindi.revoi.in

ગુજરાતમાં પેટાચૂંટણીને કોરોનાવાયરસનું ગ્રહણ, ચૂંટણી પંચે લીધો મહત્વનો નિર્ણય

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે અને પેટાચૂંટણીને મોકુફ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ આઠ સીટો પર પેટાચૂંટણી યોજાવાની હતી પણ ચૂંટણીપંચના આ નિર્ણયના કારણે પેટાચૂંટણી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે.

જો કે તાજેતરમાં જ યોજવામાં આવેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. આ કારણે આ બેઠકો ખાલી પડી હતી અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં મોરબી, કરજણ (વડોદરા), કપરાડા (વલસાડ),  લિમડી (સુરેન્દ્રનગર), ગઢડા (બોટાદ), ડાંગ, ધારી (અમરેલી), અબડાસા (કચ્છ)માં પેટાચૂંટણી યોજાવાની હતી જેને હાલ કોરોનાવાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોકુફ રાખવામાં આવી છે અને સૂત્રોથી મળતી માહિતી અનુસાર નવી તારીખ જલ્દીથી સામે આવી શકે છે.

_Vinayak

Exit mobile version