નવી દિલ્હી : યુપીના કાર્યકાળમાં એર ઈન્ડિયા માટે કરવામાં આવેલા 111 વિમાનોના સોદા સંદર્ભે કોંગ્રેસના નેતા અન ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમને તપાસ એજન્સીએ શુક્રવારે રજૂ થવા માટે સમન મોકલ્યું છે.
મહત્વપૂર્ણ છે કે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિવાદાસ્પદ વિલય સહીત યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા ચાર સોદામાં અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગના આરોપોની તપાસ માટે ઘણાં આપરાધિક મામલા નોંધવામાં આવ્યા હતા. આ મામલા ઓક્ટોબર-2018માં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોપ છે કે વિદેશી વિમાન ડિસઈન્વેસ્ટમેન્ટ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે સરકારી કંપનીઓ માટે 70 હજાર કરોડ રૂપિયાના 111 વિમાનો ખરીદવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓએ આરોપ લગાવ્યો હતો કે આવી ખરીદીથી પહેલેથી જ સંકટમાંથી પસાર થઈ રહેલી સરકારી વિમાન કંપનીને કથિતપણે નાણાંકીય નુકસાન થયું.
કેગે 2011માં સરકારના 2006માં લગભગ 70 હજાર કરોડ રૂપિયામાં એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સ માટે એરબસ અને બોઈંગ પાસેથી 111 વિમાન ખરીદવાના નિર્ણયના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યો હતો.