Site icon Revoi.in

“આર્થિક મંદી ઘાર્યા કરતા પણ વિસ્તૃત”-GDP ગ્રોથ પર ક્રિસિલનો ચિંતાજનક રિપોર્ટ

Social Share



રેટિંગ એજન્સી ક્રિસિલે તેના જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. આ સાથે એજન્સીએ એમ પણ કહ્યું છે કે આર્થિક મંદી તેમના ઘાર્યા કરતા પણ વધુ ગંભીર જોવા મળી છે.

ભારતમાં આર્થિક મંદી ધાર્યા કરતા ઘણી વિસ્તૃત અને ઊંડી છે. આ દાવો રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે, ક્રિસિલ દ્વારા જીડીપી વૃદ્ધિના દરના અંદાજને પણ ઘટાડ્યો છે. ક્રિસિલના જણાવ્યા અનુસાર, વર્ષ 2019-20માં દેશનો જીડીપી ગ્રોથનો 6.3 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા રેટિંગ એજન્સીએ જીડીપી વૃદ્ધિના દરનુ નુમાન  6.9 ટકા દર્શાવ્યુ હતું. આ અર્થમાં, જીડીપી વૃદ્ધિનો દરનો અંદાજ 0.6 ટકા ઓછો થયો છે. એજન્સી મુજબ આ વૃદ્ધિ દર 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે રહેશે.

આર્થિક વૃદ્ધી દર અંગે શું કહ્યું રેટિંગ જન્સીએ

ક્રિસિલ રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ, ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સ્થિરતા અને વ્યક્તિગત વપરાશમાં મોટો ઘટાડો નોંધાયો છે જેને કારણે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટ્યો છે. સાથે-સાથે  ક્રિસિલે કહ્યું, “જીડીપી વૃદ્ધિ એ અપેક્ષા પર આધાર રાખે છે કે બીજી ત્રિમાસિકમાં માંગ વધશે અને બાકીના સમયગાળા દરમિયાન સૌથી મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા સમાન ગતિએ વૃદ્ધિ કરશે. અમે નાણાકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિકના વૃદ્ધિ દરમાં થોડો સુધારો થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ અને તે મુજબ બેન્કોના ઝડપી અમલને કારણે, વિકાસની નજીવી આવક સહાયક યોજનાથી ખેડૂત પ્રત્યેની માંગમાં વધારો થવાને કારણે વિકાસ દર ફરીથી વધવાની ધારણા કરી શકાય છે.

અર્થ વ્યસ્થાતાની સ્થિતિ ગંભીર

આ સાથે ક્રીસિલે કહ્યું કે દેશની અરેથ વ્યવ્યસ્થાની હાલત ખુબ જ ગંભીર જોવા મળી રહી છે,જે અમારા અંદજાથી પણ ખુબજ વ્યાપક અને ઊંડી છેઅર્થ વ્યવ્સથાને લઈને ક્રિસિલનું  બયાન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં આર્થિક મંદી ને આર્થિક મંદીની ચર્ચાએ જોર પકડ્યું છે,સરકારે રજુ કરેલા તાજા આંકડાઓ મુજબ પહેલા ત્રિમાસિક એપ્રિલ થી જૂનમાં વિકાસ દર 5.8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયો છે,જે આપણો પાડોશી દેશ પાકિસ્તાનના વિકાસ દર કરતા પણ 5.4 ટકા કરતાપણ નીચો છે.

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કોઈપણ એક ત્રિમાસિક ગાળામાં સૌથી ઝડપની ગતિ ધરાવે છે. યુપીએ સરકારમાં નાણાકીય વર્ષ ૨૦૧૨-૧3ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડા 4.9 ટકાના નીચા સ્તરે  હતા. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં દેશને  5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેના માટે સતત ઘણા વર્ષો સુધી તેમાં 9%નો વાર્ષિક  વિકાસ દર થવો જોઈએ.

આર્થિક મંદીની ઝપેટમાં દેશ

દેશભરમાં ઘમા ક્ષેત્રોમાં મંદીનો માર પ્ડયો છે, કેટલાક ક્ષેત્રોમાંથી કર્મચારીઓને છૂટા કરવાની ઘટનાઓ પમ સામે આવી રહી છે,જેમાં વર્ષોથી ચાલતી કંપનીઓ ઓટો મોબાઈલ,ઓફએમસીજી,ટેક્સટાઈલ ઈંડસ્ટ્રિઝ આ દરેક ક્ષેત્રમાં મંદીઓ જોર પકડ્યું છે કેટલાક પ્લાન્ટ બંધ કરવામાં વતો લોકો બેરોજગાર બન્યા છે,ભણેલાગણેલા લોકોને પર નોકરીમાંથી હાથ ધોવાનો વોરો આવી રહ્યો હોય તેવી સ્થિતિમાં મજુર વર્ગતો સાવ બેકારીમાં આવી ગયો છે,સુરત શહેરના કાપડ માર્કેટમાંથી ગુજરાતની બહારથી વતા લોકોને બેરોજગારીના કારણે વતન વાપસી કરવાનો વારો આવ્યો છે.દેશભરમાં આર્થિક મંદીએ હાહાકાર મચાવ્યો છે.