1. Home
  2. revoinews
  3. લદ્દાખ બાદ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા
લદ્દાખ બાદ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા

લદ્દાખ બાદ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકા

0
  • લદ્દાખ બાદ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આચંકા
  • ભૂકંપની તીવર્તા 4.5 નોંઘાઈ

લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાય છે,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે બુધવારના રોજ બપોરના 1 વાગ્યાને 11 મિનિટ પર કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે,જેનું કેન્દ્ર કારગિલથી 119 કિલો મીટર નોર્થવેસ્ટ નોંધાયું છે.

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ થોડી જ વારમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ અનુભવાયો હતો,અહી બપોરના 2 વાગ્યેને 2 મિનિટ પર આવેલા ભૂકંપની તીવત્ર 3.6 નોંધાઈ છે,જો કે આ વિસ્તારોમાં કોઈ નુકશાનની ખબર સામે નથી આવી.

ત્યારે આ પહેલા 1 લી જુલાઈના રોજ પણ જમ્મુ કાશ્મીરમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેમાં ભૂકંપ કેન્દ્ર કતિશ્તવાડ નોધાયું હતું,અહી મોડી રાત્રે 11 વાગ્યેને 32 મિનિટ પર ભૂકંપના આચંકા આવ્યા હતા,જેની તીવ્રતા 4.6 હતી.

ભૂંકપ આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી,જો કે અહી પણ કોઈ પ્રકારનું નુકશાન નહોતું થયું પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો,અને 1લી જુલાઈના રોજ સવારે 8 વાગ્યે આસપાસ પણ 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, આમ એક જ દિવસમાં બે વખત આવેલા આચંકાઓથી લોકો ભયભીત થયા હતા.આ પહેલા પણ હરીયાણા અને દિલ્હીમાં અવાર નવાર ભૂકંપના આચંકા અનુભવાયા હતા.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.