Site icon hindi.revoi.in

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસના 11 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપ સરકાર બનાવવા માટે તૈયાર

Social Share

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને લઈને દરેક ઘટનાક્રમ પર ભાજપ ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ 11 ધારાસભ્યોના રાજીનામા મામલે કહ્યુ છે કે ધારાસભ્યોને લાગે છે કે આ પાર્ટી (કોંગ્રેસ-જેડીએસ)માંથી બહાર આવવાનો સારો મોકો છે. માટે આ લોકોએ રાજીનામું આપ્યું છે, કારણ કે તેમને લાગે છે કે ધારાસભ્યો તરીકે ચાલુ રહેવું રાજ્ય અને તેમના મતવિસ્તાર માટે સારું નથી.

સરકાર બનાવવાના સવાલ પર સદાનંદ ગૌડાએ કહ્યુ છે કે રાજ્યપાલની પાસે સર્વોચ્ચ અધિકાર છે. બંધારણીય જનાદેશ પ્રમાણે જો તે અમને બોલાવે છે, તો નિશ્ચિતપણે અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ. અમે સૌથી મોટી પાર્ટી છીએ. અમારી પાસે 105 ધારાસભ્યો છે.

ભાજપના નેતા જીવીએલ નરસિમ્હારાવે કર્ણાટકના ઘટનાક્રમ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ છે કે કર્ણાટકની ગઠબંધન સરકાર બીમાર છે. અમે દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. આખરે રાજ્યમાં પેદા થયેલી અરાજકતાનો હવે અહેસાસ થયો છે. ગઠબંધન સરકારના જવાથી ભાજપને જ નહીં, રાજ્યના લોકોને પણ રાહત મળશે

જીવીએલ નરસિમ્હારાવે કહ્યુ છે કે કર્ણાટકના લોકોએ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને નામંજૂર કર્યું છે. લોકસભા ચૂંટણીમાં ગઠબંધન છતાં, ભાજપે મોટો જનાદેશ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પષ્ટપણે લોકોના મૂડને દર્શાવે છે. ધારાસભ્ય નિશ્ચિતપણે ગઠબંધન વિરુદ્ધના જનતાના આક્રોશનું નુકશાન ભોગવી રહ્યા છે.

શનિવારે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યો સ્પીકર કાર્યાલય ખાતે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. તેમા આઠ કોંગ્રેસના અને ત્રણ જેડીએસના ધારાસભ્યો છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હારાવે કહ્યુ છે કે કર્ણાટકની ગઠબંધન સરકાર સ્થિર નથી. અમે દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. આખરે રાજ્યમાં પેદા થયેલી અરાજકતાનો હવે અહેસાસ થયો છે. ગઠબંધન સરકારના જવાથી માત્ર ભાજપ નહીં, પરંતુ રાજ્યના લોકોને પણ રાહત મળશે.

કર્ણાટકની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી બહુમતી માટે 113 ધારાસભ્યોના ટેકાની જરૂર છે. ભાજપ પાસે 105, કોંગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના કુલ 117 ધારાસભ્ય છે. બીએસપીના એમએલએ અને અપક્ષ ધારાસભ્ય પણ ગઠબંધનનું સમર્થન કરી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને એક ધારાસભ્યની હકાલપટ્ટી બાદ કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 77 થઈ છે. હવે કોંગ્રેસ-જેડીએસ પાસે 114 ધારાસભ્યો છે. ભાજપનો દાવો હતો કે કોંગ્રેસના છ અને જેડીએસના બે ધારાસભ્યો ગુપ્તપણે તેમને ટેકો આપે છે અને તેઓ ટૂંક સમયમાં રાજીનામા આપશે.

Exit mobile version