Site icon hindi.revoi.in

સંઘની રાષ્ટ્રની ઓળખ માટે સુવિચારીત-અડગ ઘોષણા છે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે: મોહન ભાગવત

Social Share

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની આપણા રાષ્ટ્રની ઓળખ માટે, આપણા સૌની સામુહિક ઓળખ સંદર્ભે, આપણા દેશના સ્વભાવની ઓળખ સંદર્ભે સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને ઘોષણા છે. તે સુવિચારીત અને અડગ છે કે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે.

ભાગવતે કહ્યુ છે કે હિંદુ સમાજ, હિંદુત્વ બાબતે અનેક પ્રમાણહીન, વિકૃત આરોપલગાવીને તેને પણ બદનામ કરવાની કોશિશ ચાલતી રહી છે. આ તમામ કુચક્રોની પાછળ આપણા સમાજનું નિરંતર વિઘટન થઈ રહ્યું છે, તેનો ઉપયોગ પોતાના સ્વાર્થલાભ માટે હોય, આ માનસિકતા કામ કરી રહી છે, આપણે તેને રોકવી પડશે.

સરસંઘચાલકે કહ્યુ છે કે સંઘ હિંદુઓને સંગઠિત કરી રહ્યો છે, તો તેનો અર્થ મુસ્લિમ વિરોધ નથી. આક્રમણખોરો આવ્યા તો કેટલીક અસર રહી જાય છે, આ ધીરેધીરે આવશે. સંઘ ચાહે છે કે આપણું હિંદુ રાષ્ટ્ર હતું અને છે, હિંદુત્વ એક પરંપરા છે. વિવિધતામાં એકતાને પરોવવાવાળી ભાવના છે, કે તે સૌ હિંદુ છે. કોઈ તેને ભારતીય કહે છે, તો ઠીક છે. અમને કોઈ મુશ્કેલી નથી. આપણે દુનિયામાં જઈને જણાવવાનું છે, તે હિંદુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ.. કારણ કે આ શબ્દ યોગ્ય રીતે આપણી વાતને જણાવે છે.

ભાગવતે કહ્યુ છે કે સંઘ હિંદુ સમાજનું સંગઠન કરે છે, તેનો અર્થ તે પોતાને હિંદુ નહીં ગણાવતા સમાજના વર્ગો ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓ સાથે શત્રુતા ધરાવે છે, તેવું માનવું બિલકુલ અસત્ય છે.

ભાગવતે કહ્યુ છેકે આરએસએસ ગત 9 દશકાઓથી સમાજમાં એકાત્મતા, સદભાવના, સદાચરણ અને સદવ્યવહાર તથા આ રાષ્ટ્ર પ્રત્યે સ્પષ્ટ દ્રષ્ટિ અને ભક્તિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરી રહ્યો છે.

તેમણે કહ્યુ છે કે મારી જ વાત સાચી છે, તેના સ્થાને સૌની વાત સાચી છે. મારી પણ વાત સાચી છે, તેવું માનનારા લોકો આ દેશમાં રહે છે.

મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની સ્થાપના, સંઘનો ઉદેશ્ય, સંઘના કામકાજને જાણ્યા વગર સંઘ સંદર્ભે દુષ્પ્રચાર કરાઈ રહ્યો છે.

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે કેટલાક લોકો સંઘ સંદર્ભે કોઈપણ પ્રકારની જાણકારી વગર દુષ્પ્રચાર કરે છે. ઈમરાન ખાન પણ આ વાત શીખી ગયા છે.

તેમણે કહ્યુ છે કે શિક્ષણમાં આ તમામ વાતોના અભાવની સાથે આપણા દેશમાં પરિવારોમાં થનારા સંસ્કારના ક્ષરણ અને સામાજીક જીવનમાં મૂલ્ય નિષ્ઠા રહીત આચરણ આ સમાજજીવનમાં બે ઘણી મોટી સમસ્યાઓ ઉત્પન કરવા માટેનું કારણ બને છે.

ભાગવતે કહ્યુ છે કે અભ્યાસક્રમથી લઈને શિક્ષકોની તાલીમ સુધી તમામ વાતોમાં આમૂલચૂલ પરિવર્તનની આવશ્યકતા લાગે છે. માત્ર માળખાગત પરિવર્તનોથી કામ ચાલવાનું નથી.

સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સ્વભાષા, સ્વભૂષા, સ્વસંસ્કૃતિનો સમ્યક પરિચય અને તેના સંદર્ભે ગૌરવ પ્રદાન કરનારા કાળસુસંગત, તર્કશુદ્ધ સત્યનિષ્ઠા, કર્તવ્ય બોધ અને વિશ્વ પ્રત્યે આત્મીય દ્રષ્ટિકોણ તથા જીવો પ્રત્યે કરુણાની ભાવના આપનાર શિક્ષણ પદ્ધતિ આપણે જોઈએ.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે તમામ માપદંડોમાં સ્વનિર્ભરતા અન દેશમાં સૌને રોજગાર એવી શક્તિ ધરાવનારા જ આંતરરાષ્ટ્રીય વ્યાપારીક સંબંધ બનાવી શકે છે, વિસ્તારીત કરી શકે છે અને સ્વયં સુરક્ષિત રહીને વિશ્વ માનવતાને પણ એક સુરક્ષિત અને નિરામય ભવિષ્ય આપી શકે છે.

ભાગવતે કહ્યુ છે કે આર્થિક મંદીથી નિપટવા માટે સરકારે જે પ્રયાસ કર્યા તે પ્રશંસનીય છે. આપણી અર્થવ્યવસ્તામાં ઘણાં બધાં છિદ્રો થઈ ગયા હતા. તેને સમાપ્ત કરવા માટે ઘણાં કડક પગલા ઉઠાવવા પડયા. સરકારે આ દિશામાં કામ કર્યું છે.

તેમણે કહ્યુ છે કે આપણા દૈનિક જીવનમાં દેશભક્તિની અભિવ્યક્તિને જ સ્વ. દત્તોપંત ઠેંગડી સ્વદેશી માનતા હતા. સ્વ. વિનોબાજી ભાવે તેનો અર્થ સ્વાવલંબન અને અહિંસા એમ કર્યો છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે કેટલીક વાતોના નિર્ણય અદાલતમાં જ કરવા પડે છે. નિર્ણય કંઈપણ હોય પરસ્પર સદભાવને કોઈપણ વાતથી ઠેસ પહોંચે નહીં તેવી વાણી અને કૃતિ તમામ જવાબદાર નાગરીકોની હોવી જોઈએ. આ જવાબદારી કોઈ એક સમૂહની નથી. આ તમામની જવાબદારી છે. તમામે આનું પાલન કરવું જોઈએ.

મોહન ભાગવતે કહ્યુ છે કે સમાજના વિભિન્ન વર્ગોએ પરસ્પર સદભાવના, સંવાદ અને સહયોગ વધારવા માટે પ્રયાસરત રહેવું જોઈએ. સમાજના તમામ વર્ગોના સદભાવ, સમરસતા અને સહયોગ તથા કાયદો-બંધારણની મર્યાદામાં જ પોતાના અભિપ્રાયોની અભિવ્યક્તિ થાય. આ આજની સ્થિતિમાં નિતાંત આવશ્યકત બાબત છે.

તેમણે કહ્યુ છે કે લિંચિંગ જેવો શબ્દ ભારતનો છે જ નહીં, કારણ કે ભારતમાં આવું કંઈ થતું જ ન હતું.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે આરએસએસનું નામ લિંચિંગની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યું, જ્યારે સંઘના સ્વયંસેવકેનો આવી ઘટનાઓ સાથે કોઈ સંબંધ હોતો નથી.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે આટલી વિવિધતાઓ છતાં આટલી શાંતિથી લોકોના વસવાટનું ઉદાહરણ ભારત સિવાય અન્ય ક્યાંય જોવા મળે છે શું? આપણા દેશની પરંપરા ઉદારતાની છે, સાથે મળીને રહેવાની છે.

ભાગવતે કહ્યુ છે કે કાયદો અને વ્યવસ્તાની સીમાનું ઉલ્લંઘન કરીને હિંસાની પ્રવૃત્તિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરીને પોતાનો પ્રતાપ દર્શાવે છે. આ પ્રવૃત્તિ આપણા દેશની પરંપરા નથી, ન તો આપણા બંધારણમાં તે બંધબેસતું છે. કેટલોય મતભેદ હોય કાયદો અને બંધારણની મર્યાદાની અંદર જ ન્યાય વ્યવસ્થામાં ચાલવું પડશે.

મોબ લિંચિંગની ઘટનાઓ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે દેશમાં આવી કેટલીક ઘટનાઓ જોવા મળી છે અને દરેક દિશામાંથી જોવા મળી છે. ઘણીવાર તો એવું પણ થાય છે કે ઘટના થતી નથી, પરંતુ તેને બનાવવાની કોશિશ કરવામાં આવે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સમાજના વિભિન્ન વર્ગોને પરસ્પર સદભાવના, સંવાદ અને સહયોગ વધારવાની કોશિશમાં પ્રયાસરત રહેવું જોઈએ. સમાજના તમામ વર્ગોએ સદભાવ, સમરસતા અને સહયોગ તથા કાયદાકીય બંધારણીય મર્યાદામાં જ પોતાના મતોની અભિવ્યક્તિ તે આજની સ્થિતિમાં નિતાંત આવશ્યક વાત છે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે ગત કેટલાક વર્ષોમાં એક પરિવર્તન ભારતની માનસિકતાની દિશામાં આવ્યું છે. તેને નહીં ઈચ્છનાર વ્યક્તિ દુનિયામાં પણ છે અને ભારતમાં પણ. ભારતને આગળ વધતું જોવા તેમના સ્વાર્થો માટે ભય પેદા કરે છે, આવી શક્તિઓમાં પણ ભારતને દ્રઢતા અને શક્તિથી સંપન્ન થવા દેવા ઈચ્છતી નથી.

મોહન ભાગવતે કહ્યુ છે કે આપણી જમીન સીમા અને જળ સીમાઓ પર સુરક્ષા સતર્કતા પહેલાથી સારી છે. માત્ર જમીન સીમા પર રક્ષક અને ચોકીઓની સંખ્યા તથા જળ સીમા પર નિરીક્ષણ વધારવું પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદીહિંસામાં ઘટાડો થયો છે. ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે.

સંઘ પ્રમુખે કહ્યુ છે કે સૌભાગ્યથી આપણા દેશની સુરક્ષા સામર્થ્યની સ્થિતિ, આપણી સેનાની તૈયારી, આપણા શાસનની સુરક્ષા નીતિ અને આપણી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કુશળતાની સ્થિતિ આ પ્રકારે બની છે કે આ મામલામાં આપણે લોકો સજાગ અને આશ્વસ્ત છીએ.

મોહન ભાગવતે કહ્યુ છે કે માર્ગના રોડા, અડચણો અને આપણને રોકવાની ઈચ્છા ધરાવનારી શક્તિઓના કારનામ હજી સમાપ્ત થયા નથી. આપમી સામે કેટલાક સંકટ છે, જેનો ઉપાય આપણે કરવાનો છે. કેટલાક પ્રશ્નો છે કે જેનો ઉત્તર આપણે આપવાનો છે અને કેટલીક સમસ્યાઓ છે કે જેનું નિદાન કરી આપણે તેને ઉકેલવાની છે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહયુ છે કે જન અપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવનાઓને સમ્માનિત કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓને પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલી સરકારમાં છે. કલમ-370ને નિષ્પ્રભાવી કરીને સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ ચુકી છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે નવી સરકારને વધુ બહુમતીથી ફરીથી ચૂંટીને સમાજે તેમના પાછલા કાર્યોને સમ્માનિત કર્યા અને આગામી સમય માટે ઘણી બધી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી હતી.

મોહન ભાગવતે કહ્યુ છે કે આ સરકારમાં જનતાને વિશ્વાસ દેખાયો છે. સરકારે પણ ઘણાં કડક નિર્ણયોને લઈને જણાવ્યું કે તેને જનભાવનાની સમજ છે.

સરસંઘચાલક મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370ને હટાવવા માટે મોદી સરકારને એક સાહસિક નિર્ણય લેનારી સરકાર ગણાવી છે.

વિજયાદશમીના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે ગુરુ નાનક દેવના 550મા પ્રકાશોત્સવ, ગાંધીજીની 150મી જયંતી, લોકસભા ચૂંટણી જેવી ઘણી ઘટનાઓ છે, તેના કારણે આ વર્ષ ઘણાં વર્ષો સુધી સંસ્મરણમાં રહેશે.

વિજયાદશમી પર લોકોને સંબોધિત કરી રહ્યા છે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત

આરએસએસના સ્થાપના દિવસે નાગપુર ખાતેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એચસીએલના ચેરમેન શિવ નાદર સામેલ થયા છે. શિવ નાદરે પોતાના સંબોધનમાં સૌને દશેરાની શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ છે કે દશરા બુરાઈ પર અચ્છાઈ અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. શિવ નાદરે કહ્યુ છે કે દેશ ઘણાં પડકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ એકલી સરકાર તમામ સમસ્યાઓનું સમાધાન કરી શકે નહીં. ખાનગી ક્ષેત્ર, નાગરીકો, એનજીઓને પણ તમામ પડકારોનો સામનો કરવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

આજે દશેરા એટલે કે વિજયાદશમીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. બુરાઈ પર અચ્છાઈની જીત આ દિવસે આખા દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. તેના સિવાય આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ પણ છે. આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે નીતિન ગડકરી, જનરલ વી. કે. સિંહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ પણ પહોંચ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ સંઘના કાર્યક્રમમાં થયા છે સામેલ

સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિજયાદશમીના પ્રસંગે શસ્ત્રપૂજન કર્યું.

વિજયાદશમી પર આયોજીત સંઘના પથસંચલનમાં સામેલ થવા માટે કેન્દ્રીય પ્રધાન જનરલ વી. કે. સિંહ પણ પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને  વિજયાદશમીની શુભેચ્છાઓ આપી છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 27 સપ્ટેમ્બર-1925ના રોજ દશેરાના દિવસે ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. તેના પછી દર વર્ષે દશેરાના દિવસે વિજયાદશમી પર સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આજે દશેરાના દિવસે લોકોને સંબોધિત કરશે. તેને આરએસએસની રેડિયો ચેનલ નિરંતર પર પણ સાંભળી શકાશે.

ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની સૌથી મશહૂર લવકુશ રામલીલા કમિટીના રાવણ દહન કાર્યક્રમમાં સામેલ થયા હતા. 2017 અને 2014માં તેમણે રાજધાની નવી દિલ્હીમાં વિજયાદશમીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે શ્રીલીલા સોસાયટીના દશેરા કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રામલીલા મેદાન ખાતે રાવણના પુતળાનું દહન કરશે. કાર્યક્રમની શરૂઆત રાજધાની નવી દિલ્હીના દ્વારકા સેક્ટર 10 ખાતેના ડીડીએ ગ્રાઉન્ડમાં સાંજે 5.30 કલાકે થશે.

દેશભરમાં આજે બુરાઈ પર અચ્છાઈના પ્રતીક એટલે કે દશેરાના તહેવારની ઉજવણી થઈ રહી છે. સ્થાન-સ્થાન પર ચાલી રહેલી રામલીલાઓમાં આજે સાંજે રાવણ દહનનું પણ આયોજન કરવામાં આવશે.

Exit mobile version