Site icon hindi.revoi.in

લદ્દાખની મુલાકાતે રાજનાથસિંહ-ચીનને ઉદ્દેશીને કહ્યું,ભારતની એક ઈંચ જમીન છીનવાની કોઈ સેનાની તાકાત નથી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા પર થયેલા તણાવ બાદ દેશભરમાં ચીનનો વિરોધ નોંધાયો હતો કારણ કે ચીનના આક્રમણથી ભારતના 20 જવાનો શહીદ થયા હતા ત્યાર બાદ તક્યાની સ્થિતિનું પરિક્ષણ કરવાદેશના પ્રધાનમંત્રી પણ લદ્દાખની મુલાકાતે ગયા હતા,,ત્યારે આજ રોજ દેશના સુરક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે પહોંચ્યા હતા,

લદ્દાખ પહોચેલા રક્ષામંત્રીએ ચીન સામે લાલ આંખ કરકતા કહ્યુ હતુ કે, ભારતની એક પણ ઈંચ જમીન છીનવવાની વિશ્વની કોઈ પણ સેનામાં તાકાત નથી.આપણા દેશને ભારતની સેના પર ખુબ ગર્વ છે.તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે,” હું તમારી વચ્ચે ઉપસ્થિત રહીને ગર્વ અનુભવી રહ્યો છું.જવાનોની શહાદત વેડફાશે નહ.જેશની 130 કરોડ જનતાને તમારા ખુબ ગર્વ છે.

તેમણે આગળ વધુ જણાવ્યું હતું કે,જે પણ કંઈ વાતચીત અત્યાર સુધી થઈ રહી છે તેમાં કોઈ નિકાલ આવવાની શક્યતા નથી,તેમાં કોઈ પણ નિવડો આવી શકે તેવો વિશ્વાસ હું નથી આપી શકતો,પરંતુ હુ એટલપું ચોક્કસ કહીશ કે વિશ્વની કોઈ પણ સેનામાં તાકાત નથી કે આપણા દેશની એક ઈંચ જમીન પણ છીનવી શકે.

ઉલ્લેખનીય છે કે,ચીનનો ભારતમાં ઉગ્ર વિરોધ થયો છે,ભારત સરકાર દ્રારા ચીનની 59 એપ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે,ચીનના આક્રમણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા જેની દેશવાસીઓ એ ખુબ જ સાહનુભૂતિ દર્શાવીને ચીનની દરેક ચીદજ વસ્તુઓના વપરાશનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સાહીન-

Exit mobile version