પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે દેશ અને દુનિયાભરથી લોકો તેમને ભાવભીની શ્રદ્રાંજલી આપી રહ્યા છે ત્યારે સાથે સાથે તેમને તે લોકો પણ યાદ કરી રહ્યા છે કે જેઓની મદદના વ્હારે સુષ્માજી આવ્યા હતા,જેમાં એક દશક સુધી પાકિસ્તાનમાં ફસાયેલ મૂક બધીર ગીતાને સુષ્માજીએ ભારત પરત લાવવામાં ખુબજ મદદ કરી હતી ત્યારે સુષ્માજીના નિધન પર આ ગીતાએ દુખ વ્યક્ત કર્યું છે, ઉલ્લેખનીય છે કે ગીતા બોલી શકતી નથી છતા પણ તેણે તેની ભાષાથી સુષ્માજીને યાદ કરીને છેલ્લા સલામ આપ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ એક વિડિયો રજુ કર્યો છે જેમાં ગીતા સુષ્મા સ્વરાજને શ્રદ્રાંજલી આપી રહી છે,ગીતા બોલી શકતી નથી છતા પણ ઈશારોમાં સાઈન લેગ્વેઝના માધ્યમથી પોતાના ભાવને દુનિયા સામે રજુ કર્યો છે.25 સેકેન્ડના આ વિડિયોમાં ગીતા એક સંદેશ આપવાનો પ્રયત્ન કરી રહી છે ,ગીતા હાલ ઈન્દોરમાં એક સંસ્થામાં છે.
જ્યારે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા ત્યારે તેમના કારણથી જ ગીતાની પાકિસ્તાનથી વાપસી શક્ય બની છે, સુષ્મા સ્વરાજના અનેક પ્રયત્નોથી મૂક-બધિર બાળકી ગીતા 26 ઓક્ટોબર 2015ના રોજ પાકિસ્તાનથી ભારત પાછી ફરી શકી હતી. ત્યારે આજના આ દુખદ દિવસે ગીતાએ સુષ્માજીને યાદ કર્યો હતા.